- slider news, Trending News, ટેક્નોલૉજી

Coronavirus: Facebookએ ન્યુઝ ઈન્ડસ્ટ્રીને કરી મદદ, આપ્યા આટલા કરોડ ડૉલર

આ સમયે દુનિયાનો દરેક દેશ કોરોના વાયરસ સામે લડી રહ્યો છે. તમામ સંસ્થાઓ પોત-પોતાના સ્તર પર રાહત પહોંચાડવા માટે કામ કરી રહી છે. આ અનુસંધાનમાં દિગ્ગજ સોશિયલ મીડિયા કંપની ફેસબુક મદદ માટે આગળ આવી છે. ફેસબુકે આ મુશ્કેલી સમયમાં અમેરિકાની ન્યુઝ ઈન્ડસ્ટ્રીને 10 કરોડ ડૉલરની આર્થિક મદદ કરી છે.

ફેસબુકે કહ્યું- ન્યુઝ ઈન્ડસ્ટ્રીની કરવી જોઈએ મદદ

ફેસબુકનું કેહવું છે કે અમે અમેરિકાની ન્યુઝ ઈન્ડસ્ટ્રીની મદદ કરવા માંગે છે. તેના માટે અમે એક-એક ફંડ બનાવ્યો છે, જેમાં જર્નાલિઝ્મ પ્રોજેક્ટ અંતર્ગત ઈન્ડસ્ટ્રીને 2.5 કરોડ ડૉલર આપવામાં આવશે. સાથે જ આગળ કહ્યું છે કે અમારો ઉદ્દેશ્ય છે કે અમે આ મુશ્કેલ સ્થિતિમાં ઈન્ડસ્ટ્રીની વધારેમાં વધારે સહાય કરીએ.

ફેસબુકે 7.5 કરોડ ડૉલર આપવાનું કર્યું એલાન

સોશિયલ મીડિયા કંપની ફેસબુકે તદ્દપરાંત 7.5 કરોડ ડૉલર આપવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે પહેલા ચરણમાં અમેરિકા અને કેનેડાના 50 ન્યુઝ રૂમને સહાય રકમ આપવામાં આવી ચૂકી છે. આ રકમ મારફતે પબ્લિશર્સ કોરોના વાયરસનું સમગ્ર કવર કરી રહ્યા છે. સાથે જ તેમાં તેમની યાત્રાનો પણ ખર્ચો સામેલ છે.

0Shares