- Uncategorized, નર્મદા

રાજપીપળાઃ લોકડાઉનને લઇને આશરો લઇ રહેલા શ્રમજીઓની નાંદોદ ધારાસભ્યએ લીધી મુલાકાત

કોરોનાવાયરસને લઇ દેશભરમાં લોકડાઉનની સ્થિતિ સર્જાયા બાદ શ્રમજીવી વર્ગ ઉપર સૌથી વધુ અસર થઇ છે.

ત્યારે રાજપીપળા ખાતે પણ સુરત તરફથી પગપાળા આવેલ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છોટાઉદેપુર સહિતના 300થી વધુ આ શ્રમજીવી અને આદર્શ નિવાસી શાળા ખાતે રાખવામાં આવ્યા છે. નાંદોદના ધારાસભ્ય પી. ડી. વસાવવાની આ બાબતની જાણ થતાં આદર્શ નિવાસી શાળા ખાતે પહોંચી વિવિધ રાજ્યોના લોકોની મુલાકાત લીધી હતી.

આ અંગે પી ડી વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા વહીવટી તંત્રની કામગીરી ખૂબ સારી છે. જિલ્લા કલેકટર મનોજ કોઠારી સાથે વાત કરતાં તેમને આમ તમામ મજૂરોને પોતાના વતન સુવિધા કરી હોવાની પણ વાત કરી હતી.

આ ઉપરાંત નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહની કામગીરી પણ ખૂબ પ્રશંસા પ્રશંસનીય છે. તેમ જણાવ્યું હતું.

0Shares