- GUJARAT NEWS, slider news, ગાંધીનગર

ઘરે રહો, સુરક્ષિત રહોઃ 8 નવા કેસ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ 71 દર્દી, મૃત્યુંઆંક 6 પર પહોંચ્યો

દુનિયા સહિત દેશભરમાં કોરોનાનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. આ સાથે ગુજરાતમાં પણ કોરોનાના નવા કેસ સામે આવી રહ્યાં છે. આજે ગુજરાતમાં 8 નવા કેસ નોંધાતા કુલ આંકડો 71 પર પહોંચ્યો છે. સુરત અને રાજકોટમાં સાંજે કોરોનાનો એક-એક વધુ કેસ પોઝિટિવ નોંધાયો છે.

આ અગાઉ મોડી રાત્રે ભાવનગરમાં 5 કેસ તેમજ અમદાવાદમાં 1 કેસ પોઝિટિવ નોંધાયો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 6 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે સ્વસ્થ થઇને 4 લોકોને રજા આપવામાં આવી છે.

રાજ્યના મુખ્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં કુલ 23 પોઝિટિવ કેસ જ્યારે ત્રણનાં મોત, વડોદરામાં 9 પોઝિટિવ કેસ, રાજકોટમાં 10 પોઝિટિવ કેસ, સુરતમાં 9 પોઝિટિવ કેસ અને 1નું મોત, ભાવનગરમાં 6 પોઝિટિવ કેસ અને 2ના મોત થયાં છે.

0Shares