- GUJARAT NEWS, નર્મદા

કેવડિયાઃ કોરોનાને લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટિ વિસ્તારમાં જીવનજરૂરિયાત કીટનું વિતરણ

સ્ટેચ્યુ ઓફ યુનિટી ન માત્ર પ્રવાસન સ્થળ છે, તેનાથી પણ વધીને સ્થાનિકોના જીવનમાં ઉજાસ પાથરવાનો રાજય સરકારનો સંનિષ્ઠ પ્રયાસ છે. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટીતંત્ર દ્રારા સાવ છેવાડાના માનવીઓનાં જીવનમાં ઉજાસ પાથરવા માટે જીવનજરૂરીયાતની કિટનું વિતરણ SOUની ટીમ મારફતે કરવામાં આવ્યું છે.

પ્રત્યેક ઘરે આજે કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ઘઉંનો લોટ, ચોખા, ખાંડ, તુવેર દાળ, ચા, મીઠું, તેલ સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલ તમામ ગામોની પ્રજાનો સર્વાંગી વિકાસ એજ એક માત્ર ધ્યેય રાજય સરકારશ્રીનો રહેલો છે. કીટ વિતરણ કરાઈ તે વખતે લાભાર્થી પ્રજાજનોનાં ચહેરા પર ખુશીનું સ્મિત જોઈને અધિકારી અને કર્મચારીઓના દિલમાં સંતોષની લાગણી ફેલાઇ હતી. આ તકે હંમેશા આ વિસ્તારની પ્રજા સાથે રહેવાના કૉલ પણ વહિવટીતંત્ર તરફથી અપાયા હતા.

આ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ જિલ્લા પંચાયત તરફથી તલાટી સહિતના કર્મીઓ પણ હાજર રહ્યા હતા.

0Shares