- GUJARAT NEWS, નર્મદા

કોરોના કહેર વચ્ચે નર્મદા જિલ્લામાં ડ્રોનની મદદથી પોલીસની બાજ નજર

નર્મદા જિલ્લાના તમામ નાગરિકોને નમ્ર અપીલ કરવામાં આવે છે કે, સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના લીધે સમગ્ર દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન કરવામાં આવેલ છે અને હાલમાં નર્મદા જિલ્લામાં સી.આર.પી.સી. કલમ ૧૪૪ નો અમલ ચાલુ છે.

જે અન્વયે નર્મદા જિલ્લાના તમામ નાગરિકોએ પોતાના રહેણાંક સ્થળના બગીચામાં, સોસાયટીના પાર્ટી પ્લોટમાં કે અન્ય જાહેર સ્થળો ઉપર નાગરિકોએ ભેગા થવું નહી અને પોતાના ઘરમાં જ રહી સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામાનું ચૂસ્તપણે પાલન કરવું.

આ ઉપરાંત હાલ નર્મદા જિલ્લાના તમામ વિસ્તારમાં સી.સી.ટીવી. કેમેરા તેમજ ડ્રોનની મદદથી બાજ નજર રાખવામાં આવી રહી છે. જેથી વિડીયો અને ફોટોગ્રાફની અંદર જાહેરનામાનો ભંગ થયાનું જણાઇ આવશે, તો તેવા નાગરિકો વિરૂધ્ધ સીઆરપીસી-૧૪૪ કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેની જાહેર જનતાએ નોંધ લેવા નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ તરફથી જાહેર અપીલ કરાઇ છે.

કોરોનાની મહામારી વચ્ચે કોરોનાના ફેલાવો ન થાય એ માટે સમગ્ર દેશમાં લોક ડાઉનને કારણે 144ની કલમ લાગુ કરી છે. લોકડાઉન દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓ લોકોને ઉપલબ્ધ રહે એ માટે સરકારે પૂરતી વ્યવસ્થા કરી છે.

સરકારે એક ગાઈડ લાઈન પણ જાહેર કરી છે. એ મુજબ સોશિયલ ડિસ્ટન્સ રાખવું, મેળાવડાઓ કરવા નહીં, વધુ ભીડ એકત્રિત થતી હોય એવી તમામ જગ્યા બંધ કરવી સરકારની આ ગાઈડલાઈન મુજબ દેશના તમામ પ્રવાસન સ્થળ, ધાર્મિક સ્થળો, સહિત અનેક એકમો પણ બંધ રાખવામાં આવ્યા છે.

બીજી બાજુ દેશની જનતા લોક ડાઉનના યોગ્ય અમલ ન કરતી હોવાની ફરિયાદને લઈને હવે જે તે વિસ્તારમાં ડ્રોન કેમેરાથી પોલીસ નજર રાખતી અને કાયદો પોલીસે જણાવ્યું છે.

0Shares