- GUJARAT NEWS, રાજકોટ

કોરોના સામે લડવા માટે રાજકોટવાસીઓએ કર્યો આ નવતર પ્રયોગ

કોરોનાને લઈને સમગ્ર દેશ લોકડાઉન કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં અમદવાદ શહેરમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ જોવા મળ્યા છે. જેને લઈને હાલ રાજ્યના દરેક શહેર અત્યારે કોરોના વાયરસ સામે જંગે ચઢ્યું છે.

દુનિયાના અનેક દેશોમાં અત્યારે લોકડાઉન છે. ત્યારે ગુજરાત સહીત ભારતભરમાં પણ 22 માર્ચથી લોકડાઉનની પરિસ્થિતિ છે. પરંતુ ઘરની બહાર રહેવા ટેવાયેલા કેટલાક લોકો હજુ પણ ઘરમાં જાણે કીડીઓ ચટકા ભરતી હોય તેમ કોઈ ને કોઈ બહાના બતાવી ને ઘરની બહાર નીકળી પડે છે. આવા લોકોને સમજાવવા માટે રાજકોટ વાસીઓએ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે.

રાજકોટમાં કોરોના વાયરસને લઈને લોકોમાં જાગૃતિ લાવવા રસ્તા ઉપર નીકળતા લોકોને ચેતવવા માટે જાહેર શહેરના મુખ્ય માર્ગો ઉપર મોટા અક્ષરે કોરોની ચેતવી આપતા સુત્રો લખવામાં આવ્યા છે. જે સુત્રો દ્વારા લોકોને ઘરે જ રહેવા માટે સાવચેત કરવામાં આવ્યા છે.

જાહેર માર્ગો પરના લખવામાં આવેલ સૂત્રો: “ઘરમાં જ રહો. સેફ રહો,” “રસ્તા પર ફરશો તો પોલીસ કાર્યવાહી કરશે” અને “આખો પરિવાર મુશ્કેલીઓમાં મુકાશે” તે પ્રકાશના સુત્રો લખવામાં આવ્યા છે.

0Shares