- slider news, Trending News, લાઈફ સ્ટાઈલ

લૉકડાઉન દરમિયાન પરિવાર બની રહ્યા છે આ બીમારીનો શિકાર, જાણો શું હોય છે તેના લક્ષણો

કોરોના વાયરસના કારણે થયેલું લૉકડાઉન હવે કેટલાક લોકોમાં તણાવ પેદા કરી રહ્યું છે. બાળકો ઘરમાંથી નિકળવા માંગે છે, મોટા પણ પરેશાનીનો ઉલ્લેખ સોશિયલ મીડિયા પર કરી રહ્યા છે. મોટાભાગના લોકો માટે લૉકડાઉન કેબિન ફીવર(એક જ જગ્યાએ ફસાઈ જવાથી થતો તણાવ)માં બદલાઈ ગયો છે.

રૂસ્તમપુરના રહેવાસી રોશન કુમાર દુબઈમાં એન્જિનીયર છે. લગભગ 25 દિવસ પહેલા તે ઘરે પરત આવ્યા છે. પરિવારમાં માં-બાપ, પત્ની અને બે દીકરા છે. ઘરમાં દીકરાઓની હાલત હવે એવી થઈ ગઈ છે કે તે પોતાની માં ને ટીચર મૈમ કહેવા લાગ્યા છે.

પત્ની સુશીલા કહે છે કે હજુ એક સપ્તાહ વીત્યો છે, આગળ શું થશે ખબર નથી. આ જ પરિસ્થિતિ વધારે ઘરોમાં છે. એટલું જ નહીં પરિવારમાં તણાવ પણ વધી રહ્યો છે. રાજેન્દ્ર નગરના રહેવાસી મોહન શર્મા આને તેમના પત્ની રીતા શર્મા બંન્ને પ્રાથમિક વિદ્યાલયમાં શિક્ષક છે. ઘરમાં માં-બાપ, એક દીકરો અને એક દીકરી છે. દીકરો દિલ્હીથી તાજેતરમાં જ પરત આવ્યો છે. તે ઘરમાંથી નથી નિકળી શકતો.

બીઆરડી મેડિકલ કૉલેજ મનોવિજ્ઞાન વિભાગ વિભાગાધ્યક્ષ ડૉ.તપસે કહ્યું કે હવે ‘કેબિન ફીવર’ના મામલે સલાહ લેવા માટે ફોન આવવાના શરૂ થઈ ગયા છે. આ સમસ્યા એટલા માટે છે કેમ કે લોકોની જીવનશૈલી છેલ્લા કેટલાક વર્ષોમાં બદલાઈ ગઈ.

તેઓએ કહ્યું કે અચાનક લૉકડાઉને બધાને એક જગ્યાએ રોકી દીધા છે. એવામાં પરિવારમાં લોકો તાલમેલ નથી રાખી શકતા. સૌથી વધારે મુશ્કેલી યુવાઓને થઈ રહી છે. બહાર ભણતર કરનારા યુવાઓ પર કોઈ રોક-ટોક નથી હોતી. અચાનક ઘરે આવતા રોક-ટોક વધી ગઈ.

0Shares