- slider news, Trending News, રાષ્ટ્રીય સમાચાર

કોરોના દર્દીઓની વધતી સંખ્યા વચ્ચે સારા સમાચાર, 110 સંક્રમિત લોકો થયા સાજા

ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 1173 થઈ છે અને આમાંથી 32 લોકોનાં મોત નીપજ્યાં છે. દર્દીઓની વધતી સંખ્યા વચ્ચે એક સારા સમાચાર છે. કોરોનાથી સંક્રમિત દર્દીઓના સાજા થવાનો આંકડો 100ને વટાવી ગયો છે. અત્યાર સુધીમાં 110 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમાંથી કેટલાકને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જ્યારે કેટલાક ક્વોરેન્ટાઇન છે.

કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્ર છે. અત્યાર સુધીમાં અહીં 215 પોઝિટિવ કેસ આવ્યા છે. આમાંથી આઠ લોકોના મોત પણ થયા છે. સોમવારે પુણેમાં 5, મુંબઇમાં 3, નાગપુરમાં 2 અને કોલ્હાપુર અને નાસિકમાં એક-એક કેસ નોંધાયા છે. મહત્વની વાત એ છે કે અત્યાર સુધીમાં 38 દર્દીઓ સ્વસ્થ થયા છે અને તેમના ઘરે ગયા છે.

મહારાષ્ટ્ર પછી કેરળ કોરોનાથી પ્રભાવિત છે. અત્યાર સુધીમાં 185 કન્ફર્મ કેસોની પુષ્ટિ થઈ ચૂકી છે, જેમાંના એકનું મોત નીપજ્યું છે, જ્યારે 15 લોકો સાજા થયા છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં 65 કેસ સામે આવ્યા છે. આ સન્માનની વાત છે કે કોઈનું મોત નીપજ્યું નથી અને 11 લોકો ઈલાજથી સાજા થયા છે.

જ્યારે, ગુજરાતનો પ્રથમ કોરોના દર્દી આજે સાજો થઈ તેના ઘરે પરત ફર્યો છે. આરતીની થાળી અને શંખ વગાડીને તેનું સ્વાગત કરાયું હતું. યુવતી ફિનલેન્ડ ગઈ હતી, ત્યાંથી પરત ફર્યા બાદ તે કોરોના પોઝિટિવ મળી હતી. તેની અમદાવાદની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

0Shares