- slider news, Trending News, vachako ni kalam

કોરોનાનો ખૌફઃ ક્યાંક સાજા થયેલા દર્દીનું સ્વાગત, તો ક્યાંક લૉકડાઉનમાં પણ મહેમાનોને જાકારો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના દર્દી સ્વસ્થ થયા હોવાનો પ્રથમ કેસ સામે આવ્યો છે, તેઓને SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોનાથી સ્વસ્થ થઈને ઘરે આવેલ યુવતીનું ફ્લેટના રહીશોએ થાળી, શંખ વગાડી સ્વાગત કર્યું હતું,

મારી સામે બનેલો બનાવ હું આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. અમદાવાદની ઘણી સોસાયટીમાં આવું થઈ રહ્યું છે. આપ વાંચી મને જણાવજો શું આ યોગ્ય છે?

ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાના પોઝિટિવ કેસોમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાત સહિત અમદાવાદની ઘણી સોસાયટીઓમાં લોકડાઉનનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. સોસાયટીના દરવાજા પર લોક મારી દેવામાં આવ્યું છે. જેથી કોઈ વ્યક્તિ અંદર ન આવી શકે અને કોઈ વ્યક્તિ બિનજરૂરી બહાર ન જઈ શકે. પરંતુ ઘણી સોસાયટીઓએ તો આ કોરોના વાયરસને માથા પર જ લઈ લીધો છે.

અમદાવાદ જિલ્લામાં આવેલી એક સોસાયટી છે(જેનું નામ હું નહીં લખું). જેના એક ફ્લેટમાં રહેતા ભાડુઆતના ઘરે આજથી લગભગ 20 દિવસ પહેલા તેમના સંબંધીના યુવક-યુવતી(સગા ભાઈ-બહેન) રોકાવા માટે આવ્યા છે. લોકડાઉનના કારણે વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હોવાથી આ બંન્ને ભાઈ-બહેન પોતાના ઘરે પરત જઈ શકતા નથી.

ત્યારે સોસાયટીના વહીવટી તંત્ર દ્વારા આ ભાડુઆતને જણાવવામાં આવ્યું કે, તમારા ઘરે આવેલા આ બંન્ને બાળકોને તેમના ઘરે રવાના કરી દો. તો હાલની પરીસ્થિતિ મૂજબ વાહન વ્યવહાર બંધ હોવાથી તથા શહેરભરમાં ચુસ્તબંદોબસ્ત હોવાથી આ બંન્ને બાળકો કઈ રીતે પોતાના ઘરે જાય. શું આ સોસાયટી વહીવટી તંત્રનો ન્યાય યોગ્ય છે.? ફક્ત આ એક જ સોસાયટી નહીં અન્ય ઘણી સોસાયટીમાં પણ આવું ચાલી રહ્યું છે.

બીજી વાત આ સોસાયટીમાં રહેતો એક પરિવાર લોકડાઉન પહેલા માતાજીના નિવેદ કરવા પોતાના વતન ચોરવાડ ખાતે ગયો હતો. હવે તેને પણ પોતાના ઘરે પરત આવવાની મનાઈ કરી દેવામાં આવી છે. તો આખરે આ પરિવાર પોતાનું ઘર છોડીને જાય તો ક્યાં જાય…?

આ સોસાયટીમાં કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ પણ આવેલો નથી, મારા અનુભવ મુજબ આ સોસાયટીમાં રહેતા કોઈ પણ વ્યક્તિને કદાચ શંકાસ્પદ કેસ આવે તો સોસાયટીનું વહીવટી તંત્ર તે વ્યક્તિ અને તેના પરિવારને ઘર ખાલી કરવા માટે મજબૂર કરી નાખે.

તો મિત્રો આ યોગ્ય છે કે કેમ, તમે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો…

તમે પણ લખવાના શોખીન હોવ તો અમારો સંપર્ક કરોઃ +919825055716

0Shares