- slider news, Trending News, વાઇરલ ન્યૂઝ

એક એવું ગામ, જ્યાં રહે છે ફક્ત એક જ મહિલા, આવી છે સુવિધાઓ

સામાન્ય રીતે કોઈ પણ ગામમાં, ભલે તે ગમે તેટલું નાનું હોય, ઓછામાં ઓછા 100-200 લોકો તો રહે જ છે, પરંતુ દુનિયામાં એક એવું ગામ છે, જ્યાં આબાદી ફક્ત એક જ છે. આ ગામમાં ફક્ત એક મહિલા રહે છે અને તે પણ ઘણી વૃદ્ધ છે. આ મહિલાની રોચક કહાની જ્યારે તમે જાણશો તો હેરાન થઈ જશો.

આ ગામનું નામ છે મોનોવી, જે અમેરિકાના નેબ્રાસ્કા રાજ્યમાં છે. 2010માં થયેલી વસ્તી ગણતરી પ્રમાણે, અહીં ફક્ત એક વૃદ્ધ મહિલા રહે છે, જેનું નામ અલ્સી આઈલર છે. આ સમયે તેની ઉંમર લગભગ 86 વર્ષની છે. જ્યારે તે અહીંની બારટેન્ડરથી લઈ લાઈબ્રેરિયન અને મેયર બધું જ છે. વર્ષ 2004થી તે એકલી આ ગામમાં રહે છે.

લગભગ 54 હેક્ટરમાં ફેલાયેલું આ ગામ પહેલા આબાદ હતું. એક રિપોર્ટ પ્રમાણે, વર્ષ 1930 સુધી અહીં 123 લોકો રહેતા હતા, પરંતુ ત્યાર બાદ ધીરેધીરે આબાદી ઘટવાની શરૂ થઈ ગઈ. 1980 સુધી આ ગામમાં ફક્ત 18 લોકો જ બચી ગયા. ત્યાર બાદ વર્ષ 2000 આવતા-આવતા અહીં ફક્ત 2 લોકો બચ્યા, એલ્સી આઈલર અને તેના પતિ રૂડી આઈલર. 2004માં રૂડી આઈલરનું પણ મોત થઈ ગયું, જ્યાર બાદ એલ્સી એકલી જ અહીં રહે છે.

86 વર્ષીય એલ્સી ગામમાં જ એક બાર ચલાવે છે, જ્યાં અમેરિકાના અન્ય રાજ્યો ઉપરાંત બીજા દેશોમાંથી પણ લોકો આવે છે. ગરમીના દિવસોમાં આ ગામમાં લોકો આવીને રોકાય પણ છે અને પ્રાકૃતિક સુંદરતાનો આનંદ લે છે. એલ્સીએ પોતાના બારમાં મદદ માટે કોઈને પણ નથી રાખ્યા. જે લોકો અહીં આવે છે તે તેની મદદ કરી નાખે છે.

આ ગામમાં એક પોસ્ટ ઑફિસ પણ છે, જે વર્ષ 1902માં બની હતી, પરંતુ ઘટતી આબાદીના કારણે 1967માં તેને બંધ કરી દેવામાં આવી. કહેવામાં આવે છે કે આ ગામને છોડીને લોકોના જવાનું મુખ્ય કારણ રોજગાર હતું. પોતાના અને બાળકોના સારા ભવિષ્ય માટે લોકો શહેરોમાં જઈને વસી ગયા.

0Shares