- HEALTH, slider news, Trending News

શું હવાથી પણ ફેલાઈ રહ્યો છે કોરોના વાયરસ? WHOએ જણાવી સાચી હકીકત

વિશ્વભરમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે. આ જીવલેણ વાયરસના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વાયરસને ઝડપથી ફેલાવા માટે ઘણા કારણો જણાવવામાં આવી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ આ વાયરસને હવા દ્વારા ફેલાવાની વાત પણ કહી છે. જોકે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ બાબતને લઈને સ્પષ્ટ જાણકારી આપી છે.

WHO અનુસાર, કોરોના વાયરસની હવામાં ફેલાવાની વાત અફવાહ છે. કોવિડ-19 એ ‘એરબોર્ન’ રોગ નથી. જાણાવી દઈએ કે, આ વાયરસને લઈ ઘણી એવી અફવાઓ સામે આવી હતી, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે કોરોના વાયરસ 8 કલાક હવામાં સક્રિય રહી શકે છે.

WHOએ ટ્વીટર પર માહિતી આપતા જણાવ્યું કે, કોરોના વાયરસ માત્ર સરફેસ અથવા ડ્રૉપલેટ દ્વારા જ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિને સંક્રમિત કરે છે.

ચેપગ્રસ્ત દર્દીના ડ્રૉપલેટ્સના સંપર્કમાં આવ્યા પછી જ એક સ્વસ્થ વ્યક્તિ સંક્રમિત થઈ શકે છે. આવું દર્દીને છીક આવવાથી, ઉધરસ આવવાથી અથવા માસ્ક પહેર્યા વગર વાત કરવાથી થાય છે.

સામાન્ય રીતે આ મહામારી સરફેસ દ્વારા જલ્દીથી ફેલાય છે. એટલે કે, ઉધરસ ખાતી વખતે કે છીંક આવતી વખતે દર્દીના ડ્રૉપલેટ્સ જો કોઈ વસ્તુઓ પર પડી જાય અને સામાન્ય વ્યક્તિ તેના સંપર્કમાં આવી જાય તો તે વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થઈ શકે છે.

કેવી રીતે થશે બચાવ

  1. દર્દીથી લગભગ 1 મીટરનું અંતર રાખો.
  2. કોઈ પણ વસ્તુને સ્પર્શ કર્યા પછી સાબુ અથવા સેનિટાઇઝરથી હાથને સારી રીતે ધોઈ લો.
  3. હાથ મિલાવવા અથવા કંઇક સ્પર્શ કર્યા પછી આંખો, મોં અથવા નાક પર હાથ ન મૂકશો.
  4. સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી ઘરમાં બંધ રહેવું અને કોઈ બહારના લોકોને મળવું નહીં
0Shares