- slider news, Uncategorized, રાષ્ટ્રીય સમાચાર, સાહિત્ય

ભારતના પ્રખ્યાત ચિત્રકાર, લેખક સતીશ ગુજરાલનું 94 વર્ષની વયે નિધન

પદ્મ વિભૂષણથી સન્માનિત અને બહુમુખી પ્રતિભાના પ્રસિદ્ધ ભારતીય ચિત્રકાર, મૂર્તિકાર, લેખક અને વાસ્તુકાર સતીશ ગુજરાલનું 94 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું. તે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ઈંદ્ર કુમાર ગુજરાલના નાના ભાઈ હતા. ભારત સરકારે કલાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે સન 1999માં તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.

1925માં લાહોરમાં જન્મેલા ગુજલારે વિભાજનનું દુખ અને ભયાવહતા જોઈ. ત્યાર બાદ તે સિમલા ચાલ્યા ગયા, જ્યાં તેઓએ પોતાને પેઈન્ટિંગમાં તલ્લીન કરી દીધા. સતીશને કળાના રાષ્ટ્રીય પુરસ્કાર ત્રણવાર પ્રાપ્ત થઈ ચૂક્યા છે.

બે વાર ચિત્રકળા માટે તેમજ એકવાર મૂર્તિકળા માટે. તેમના વિવાહ કિરણ ગુજરાલ સાથે થયા. તેમનો દીકરો એક પ્રસિદ્ધ વાસ્તુકાર છે. તેમની મોટી દીકરી અલ્પના જ્વેલરી ડિઝાઈનર છે તેમજ નાની દીકરી રસીલ ઈન્ટીરિયર ડિઝાઈનર છે.

સતીશ ગુજરાલે ઘણા પુરસ્કાર જીત્યા. જેમાં મેક્સિકોનો ‘જિયો નાર્ડો ધ વિંસી’ અને બેલ્ઝિયલના રાજાનો ‘ઑર્ડર ઓફ ક્રાઉન’ પુરસ્કાર સામેલ છે. સતીશ ગુજરાલના ચિત્રોમાં આકૃતિઓ પ્રધાન છે. પશુ અને પક્ષીઓને તેમની કળામાં સહજ સ્થાન મળ્યું. ઈતિહાસ, લોકકથા, પુરાણ, પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને વિવિધ ધર્મોના પ્રસંગોને તેઓએ પોતાના ચિત્રોમાં ઉકાર્યા છે.

0Shares