- NATIONAL NEWS, POLITICS, slider news

G-20 Summit: કોરોના સામે જંગને વૈશ્વિક લડાઈમાં બદલવાનું આહ્વાન કરશે PM મોદી

ગુરુવારથી સાઉદી અરેબિયામાં જી-20 દેશોની ઈમરજન્સી શિખર સંમ્મેલન શરૂ થવા જઈ રહ્યું છે. તેની અધ્યક્ષતા સાઉદી અરેબિયાના સુલતાન સલમાન બિન અબ્દુલ અઝીદ અલ-સઉદ કરશે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ પરિષદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત વિશ્વના ઘણા ટોચના નેતાઓ કોરોનાવાયરસ રોગચાળાને પહોંચીવળવા અંગેની ચર્ચા કરશે.

જાણાવી દઈએ કે, આ વાયરસથી અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને જાહેર જીવન અને ધંધો સંપૂર્ણપણે ઠપ છે. જી-20ની અધ્યક્ષતા કરી રહેલા સઉદી અરબે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે જી-20 શિખર સમ્મેલન આયોજિત કરવાનું આહ્વાન એવા સમયે કર્યું છે જ્યારે આ વૈશ્વિક સંકટને પહોંચીવળવાને લઈ સમૂહની મોટી અર્થવ્યવસ્થાવાળા દેશો દ્વારા ઝડપથી પગલા ન ઉઠાવવાને લઈ આલોચના થઈ રહી છે.

બુધવારે જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં જણાવ્યા અનુસાર, “આ બેઠકમાં કોરોનાવાયરસ રોગચાળા અને તેના માનવ અને આર્થિક પ્રભાવ સાથે સંકળાયેલા સંકલનાત્મક પગલાં પર વિચારણા કરવામાં આવશે.” આ બેઠકમાં ઇટલી, સ્પેન, જોર્ડન, સિંગાપોર અને સ્વિટ્ઝર્લેન્ડ જેવા કોરોનાવાયરસથી પ્રભાવિત દેશોના પ્રતિનિધિઓ પણ શામેલ થશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ તેમાં જોડાશે.

આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદી કોરોના વાયરસ સામે ચાલુ લડતને વૈશ્વિક લડાઈમાં ફેરવવા માંગે છે, જ્યાં પ્રતિભાગી દેશો તેમના તબીબી જ્ઞાન અને સંસાધનોની મદદથી વાયરસના ફેલાવાને રોકવામાં મદદ કરી શકે છે. જી-20 મીટિંગનો હેતુ સભ્ય દેશો માટે ખરાબ પરિસ્થિતિમાં તેમની તબીબી ક્ષમતામાં વધારો કરવા અને વાયરસના ફેલાવાને રોકવા અને તેની સારવાર માટે વૈજ્ઞાનિક પ્રયાસો કરવાનો રહેશે.

0Shares