- ECONOMY, FEATURED NEWS, NATIONAL NEWS, slider news

કોરોનાનો સૌથી વધારે કહેર એરલાઈન્સ પર, બર્બાદ થઈ શકે છે ઘણી કંપનીઓ

જો કે કોરોનાને કારણે સમગ્ર અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે, પરંતુ તે એરલાઇન્સ માટે સંપૂર્ણ કહેર બનીને આવ્યો છે. પહેલાથી જ નુકસાનીમાં ચાલી રહેલા એવિએશન ઉદ્યોગમાં, આનાથી ઘણી વધુ એરલાઇન્સ બરબાદ થવાનો ભય છે અને તેનાથી મોટા પાયે નોકરીઓ પણ જઈ શકે છે.

કોરોના વાયરસના પ્રકોપથી ઉડ્ડયન ક્ષેત્રને સૌથી વધુ અસર થઈ છે. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (આઈએટીએ)ના જણાવ્યા અનુસાર, આ સંકટને કારણે એરલાઈન્સને વિશ્વભરમાં લગભગ 113 અબજ ડોલરનું નુકસાન થયું છે. આને કારણે, એરલાઇન્સના બુકિંગ 30 ટકાથી વધુ ઘટાડો થયો છે અને ભાડામાં 20 થી 30 ટકાનો ઘટાડો કરવો પડ્યો છે.

સેન્ટર ફોર એશિયા પેસિફિક એવિએશન (સીએપીએ)એ ચેતવણી આપી છે કે, જો સરકારોએ સમન્વિત પ્રયાસો ન કર્યા તો મે પછી ઘણી એરલાઇન્સનું દેવાળુ ફુંકાઈ શકે છે. કોરોના વાયરસના વધતા જતા ખતરાને ધ્યાનમાં રાખીને સરકારે મંગળવારે મધ્યરાત્રિથી દેશમાં સ્થાનિક ફ્લાઇટ્સ પણ સ્થગિત કરી દીધી છે. આ સસ્પેન્શન દેશમાં લોકડાઉન એટલે કે 14 એપ્રિલ સુધી ચાલુ રહેશે.

દરરોદ થઈ રહ્યું છે આટલા કરોડનું નુકસાન

સીએપીએએ અનુમાન લગાવ્યું છે કે, નાણાકીય વર્ષ 2021ના ​​પ્રથમ ત્રિમાસિક ગાળામાં, એટલે કે જૂન, 2020 સુધીમાં ભારતીય ઉડ્ડયન ઉદ્યોગને રૂ. 3.3થી 3.6 અબજ ડૉલર 27 હજાર કરોડ રૂપિયાથી વધારેનું નુકસાન થઈ શકે છે. કોરોના વાયરસને કારણે દરરોજ ભારતીય ઉડ્ડયન ક્ષેત્રે આશરે 150 કરોડનું નુકસાન થઈ રહ્યું છે.

ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, એટલે કે ફિક્કીના જણાવ્યા અનુસાર માર્ચમાં જ ફ્લાઇટ્સ રદ થવાને કારણે ભારતના ઉડ્ડયન ઉદ્યોગને આશરે 8,400 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે અને તેમની કુલ આવકમાં આશરે 40 ટકાનો ઘટાડો થયો છે. સ્પાઇસ જેટ, વિસ્તારા, ગોયર જેવી ઘણી એરલાઇન્સને અગાઉ તેમની ઘણી ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી.

સામાન્ય દિવસોમાં ભારતીય એરલાઇન્સને દરરોજ આશરે 400 કરોડની આવક થતી હોય છે, એટલે કે, એક મહિનાના લૉકડાઉનને કારણે તેમને લગભગ 12 હજાર કરોડ રૂપિયાનું વધુ નુકસાન થઈ શકે છે.

ભારતમાં જેટ, કિંગફિશર, એરઇન્ડિયા જેવી એરલાઇન્સનું પહેલાથી જ દેવાળુ ફુંકાઈ ચૂક્યું છે, હવે જો આ સ્થિતિ યથાવત રહે તો ઘણી વધુ એરલાઇન્સ નાદાર થઈ શકે છે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝના એક રિપોર્ટ અનુસાર, આગામી નાણાકીય વર્ષમાં ઈન્ડિગો અને સ્પાઇસ જેટને અનુક્રમે રૂ. 230 કરોડ અને સ્પાઇસ જેટને 525 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.

જઈ શકે છે મોટા પાયે નોકરીઓ

એરલાઇન્સમાં એક મોટા હિસ્સો સુરક્ષા એજન્સી, ડ્રાઇવર, ગ્રાઉન્ડ હેન્ડલર્સ, લોડર્સનો હોય છે, જે કોન્ટ્રાક્ટ પર કામ કરે છે અને પ્રધાનમંત્રીના આશ્વાસન છતાં, તેમની નોકરીઓ જોખમમાં પડી શકે છે. ગોએયરએ પહેલેથી જ વિદેશી પાઇલટ્સને નોટિસ આપવાનું શરૂ કરી દીધું છે.

0Shares