- RELIGION, slider news

નવરાત્રીમાં ‘માં’ દુર્ગાના આશિર્વાદ મેળવવા હોય તો ન કરો આ 10 કામ

ચૈત્રી નવરાત્રીની શરૂઆત 25 માર્ચથી થઈ ચૂકી છે અને તે 2 એપ્રિલ સુધી ચાલુ રહેશે. નવરાત્રીમાં આહાર અને દિનચર્યાનું વિશેષ મહત્વ હોય છે. તેના વગર નવરાત્રીનું શુભ ફળ નથી મળી શકતું. આ પર્વમાં વ્રત રાખનારા લોકો કેટલાક ખાસ નિયમ પણ જણાવવામાં આવ્યા છે. પૂજા-પાઠમાં જાણે-અજાણે કંઈક એટલી ભૂલો થઈ જાય છે જેનાથી બચવું જોઈએ.

નવરાત્રી દરમિયાન પૂજા સ્થળ અને ઘરમાં ગંદકી બિલ્કુલ પણ ન હોવી જોઈએ. આ વ્રતને ખુબ જ સાફ-સફાઈ સાથે કરવું જોઈએ.

9 દિવસો સુધી વ્રત રાખનારા વ્યક્તિને ભૂલથી પણ ગંદા કપડા કે સ્નાન વગર પૂજા ન કરવી જોઈએ.

વિષ્ણુ પુરાણના અનુસાર, નવરાત્રી વ્રત દરમિયાન દિવસે ન સુવુ જોઈએ.

ઘરમાં જે સભ્યોએ વ્રત ન રાખ્યું હોય, તેમણે પણ માંસ, મદિરા-પાનનું સેવન ન કરવું જોઈએ.

નવરાત્રી વ્રત દરમિયાન ફલાહાર ફરતા-ફરતા ન ખાવા. ફલાહાર હંમેશા એક જ જગ્યાએ બેસીને ગ્રહણ કરવું.

વ્રત દરમિયાન 9 દિવસ સુધી ખાવમાં અનાજ અને મીઠાનું સેવન ન કરવું જોઈએ.

સાંજે વ્રત ખોલતી વખતે અનાજ ન ખાઓ. કુટ્ટૂનો લોટ, સમારીના ચોખા, સિંઘાડાનો લોટ, સાબુદાણા, સીંધવ મીઠું, ફળ, બટાકા, મેવા, મગફળીનું સેવન કરવું.

દુર્ગા ચાલીસા, મંત્ર કે સપ્તશતી વાંચી રહ્યા છો તો વાંચતા વાંચતા વચ્ચે કોઈ બીજા સાથે વાત ન કરો.

નવરાત્રીમાં વ્યક્તિએ દાઢી, નખ, વાળ ન કપાવવા જોઈએ. શાસ્ત્રોમાં આ કાર્યને નવરાત્રીમાં કરવું મનાઈ છે.

વ્રતનું ફળ મેળવવું છે તો બ્રહ્મચર્યનું પાલન જરૂર કરો.

0Shares