- NATIONAL NEWS, slider news, VIRAL NEWS

રામાયણ-મહાભારતના પ્રસારણની માંગ ઉઠી, ફરીથી શરૂ થશે પ્રસારણ!

કોરોનાના કહેરના કારણે સમગ્ર દેશમાં પીએમ નરેન્દ્ર મોદીએ 21 દિવસો સુધી લૉકડાઉનના આદેશ આપ્યા છે. એક તરફ જ્યાં કોરોના વાયરસના કારણે દેશની અર્થવ્યવસ્થા પર અસર પડી છે તો જ્યારે બીજી તરફ સિનેમા જગતના રોકાઈ જવાથી લોકોના મનોરંજન પર પણ ભારે અસર પડી છે. પરંતુ આ દરમિયાન હવે સોશિયલ મીડિયા યુઝર્સ રામાયણ અને મહાભારતને બીજીવાર પ્રસારણ કરવાની માંગ કરી રહ્યા છે.

https://twitter.com/SachinGupta_71/status/1242848352074477568?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1242848352074477568&ref_url=https%3A%2F%2Fwww.amarujala.com%2Fphoto-gallery%2Fentertainment%2Ftelevision%2Fprasar-bharti-may-telecast-ramanand-sagar-ramayan-and-b-r-chopra-mahabharat-after-public-demand

હકીકતમાં છેલ્લા કેટલાક દિવસોમાં સોશિયલ મીડિયા પર એવા કેટલાક પોસ્ટ સામે આવ્યા છે, જેમાં સોશિયલ મીડિયા યુઝર્સ રામાનંદ સાગરની રામાયણ અને બીઆર ચોપડાની મહાભારતને બીજીવાર પ્રસારણની માંગ કરી રહ્યા છે.

તમામ સોશિયલ મીડિયા યુઝર્સ દૂરદર્શન અને પ્રસાર ભારતી સાથે જ પીએમ મોદી, પ્રકાશ જાવડેકરને પણ સોશિયલ મીડિયા પર ટેગ કરતા રામાયણ અને મહાભારતના ટેલીકાસ્ટની માંગ કરી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે હવે જ્યારે તેઓ આવનારા ઘણા દિવસો સુધી ઘરમાં જ રહેવાના છે, એવામાં બાળકોને કંઈક સારુ શીખવા માટે મળી જશે અને વડીલોની પણ યાદો તાજી થઈ જશે.

https://twitter.com/satyachouhan2/status/1242835083133775873?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1242835083133775873&ref_url=https%3A%2F%2Fwww.amarujala.com%2Fphoto-gallery%2Fentertainment%2Ftelevision%2Fprasar-bharti-may-telecast-ramanand-sagar-ramayan-and-b-r-chopra-mahabharat-after-public-demand

આ સમગ્ર મામલે સારી બાબત એ છે કે આવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટૂંક સમયમાં જ દર્શકોની આ માંગને પૂરી પણ કરવામાં આવી શકે છે. જણાવી દઈએ કે પ્રસાર ભારતીના સીઈઓ શશી શેખરે આ વિશે એક ટ્વીટ પણ કર્યું છે. શશીએ પોતાના ટ્વીટમાં જણાવ્યું કે દૂર્દશન પર (રામાયણ અને મહાભારત) પ્રસારિત કરવા માટે અધિકાર ધારકો સાથે વાતચિત થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે રામાનંદ સાગરની રામાયણનું પ્રસારણ વર્ષ 1987 અને બીઆર ચોપડાની મહાભારતનું પ્રસારણ વર્ષ 1988માં પહેલીવાર દૂર્દર્શન પર થયું હતું. રામાયણ અને મહાભારતને લોકો એટલી ચાહતથી જોતા હતા કે રસ્તાઓ પર એક દમ સન્નાટો થઈ જતો. આ ધાર્મિક કાર્યક્રોમના પ્રસારણ સમયે રસ્તાનો માહોલ એકદમ કર્ફ્યુની જેમ જ થઈ જતો.

0Shares