- ENTERTAINMENT, slider news

પ્રખ્યાત એક્ટ્રેસ નિમ્મીનું 88 વર્ષની ઉંમરે મુંબઈમાં નિધન

પ્રખ્યાત અભિનેત્રી નિમ્મીનું મુંબઈમાં અવસાન થયું છે. તે છેલ્લા ઘણા મહિનાઓથી બીમાર હતા. તેમની ઉંમર 88 વર્ષની હતી. તેમણે મુંબઈના સરલા નર્સિંગ હોમમાં સાંજે 6 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. નિમ્મીએ 16 વર્ષ સુધી ફિલ્મોમાં કામ કર્યું.

વર્ષ 1949થી 1965 સુધી તે ફિલ્મોમાં સક્રિય હતી. તેમને તેમના સમયની શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે માનવામાં આવતી હતી. તેમનું અસલી નામ ‘નવાબ બાનો’ હતું. નીમ્મીએ અલી રાજા સાથે લગ્ન કર્યા હતા, જેનું 2007માં અવસાન થયું હતું.

રાજ કપૂરે પોતાની ફિલ્મમાં આપ્યો હતો નિમ્મીને બ્રેક

નિમ્મીને રાજ કપૂરની પહેલી શોધ પણ કહેવામાં આવે છે. અહેવાલો અનુસાર, તેમણે જ નવાબ બાનોનું નામ નિમ્મી રાખ્યું હતું. રાજ કપૂરે તેમને તેમની ફિલ્મ બરસાતમાં બ્રેક આપ્યો હતો. આ ફિલ્મના હિટ બન્યા પછી, નિમ્મીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું. તેમણે આન, ઉડન ખટોલા, ભાઈ ભાઈ, કુંદન, મેરે મહેબૂબ જેવી ફિલ્મોમાં કામ કરીને લોકપ્રિયતા મેળવી છે.

અહેવાલો અનુસાર, તેમની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં તેમની ખૂબ જ માંગ હતી. એવું કહેવામાં આવે છે કે દિલીપકુમારથી રાજ કપૂર, અશોક કુમાર, ધર્મેન્દ્ર જેવા ઘણા મોટા સ્ટાર તેમની સાથે કામ કરવા આતુર હતા.

0Shares