- FEATURED NEWS, NATIONAL NEWS, slider news

ઘરમાં રહો, સુરક્ષિત રહોઃ MP, ગુજરાત, રાજસ્થાન, ગોવામાં વધ્યા કેસ, કોરોના દર્દીઓની સંખ્યા 600ને પાર

લોકડાઉન વચ્ચે કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 132 નવા કેસ નોંધાયા છે. દેશભરમાં કોરોના દર્દીઓની સંખ્યા હવે વધીને 682 થઈ ગઈ છે. તેમાંથી 12 લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 43 લોકો સ્વસ્થ થયા છે. એટલે કે, દેશમાં 627 પૉઝિટિવ કેસ છે. 26 રાજ્યો કોરોનાથી પ્રભાવિત છે.

મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. અહીં અત્યાર સુધીમાં 125 કેસ આવ્યા છે. આમાંથી ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. કેરળ બીજા નંબરે છે. અહીં 101 લોકો ચેપગ્રસ્ત છે. જોકે, છેલ્લા 24 કલાકમાં કેરળમાં કોઈ નવા કેસ સામે આવ્યા નથી.

આ છે રાજ્યોનો આંકડો

અત્યાર સુધીમાં, આંધ્રપ્રદેશમાં 9, બિહારમાં 6, છત્તીસગઢમાં 3, દિલ્હીમાં 30, ગુજરાતમાં 40, હરિયાણામાં 14, હિમાચલ પ્રદેશમાં 3, કર્ણાટકમાં 41, મધ્યપ્રદેશમાં 20, મણિપુરમાં 1, મિઝોરમમાં 1, ઓડિશામાં 2, પુડુચેરીમાં એક, પંજાબમાં 29, રાજસ્થાનમાં 36, તમિલનાડુમાં 16 અને તેલંગાણામાં 27 કેસ છે.

UPમાં વધી સંક્રમિતોની સંખ્યા

ઉત્તર પ્રદેશમાં કોરોના દર્દીઓનો આંકડો વધીને 36 થયો છે. આ ઉપરાંત ચંદીગઢમાં 7, જમ્મુ-કાશ્મીરમાં7, લદ્દાખમાં 13, ઉત્તરાખંડમાં 3, પશ્ચિમ બંગાળમાં 9 અને ગોવામાં 3 કેસ નોંધાયા છે.

MPમાં પહેલું મોત

આખો દેશ લોકડાઉન છે, પરંતુ ન તો દર્દીઓની સંખ્યા ઓછી થવાનું નામ લઈ રહી છે, ન તો મોતનો આંક બંધ થઈ રહ્યો છે. ગઈકાલે મધ્યપ્રદેશમાં પહેલું મોત થયું હતું. ઈંદોરમાં 60 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે, તમિલનાડુના મુદરઈમાં પણ એક વ્યક્તિનું મોત નીપજ્યું, ત્યારબાદ શહેરમાં તકેદારી વધારી દેવામાં આવી છે. બીજું મોત ગઈકાલે ગુજરાતમાં થયું છે.

0Shares