- CURRENT AFFAIRS, NATIONAL NEWS, slider news

ઘરમાં રહો, સુરક્ષિત રહોઃ દેશમાં કોરોનાથી બુધવારે 3ના મોત, કુલ મૃત્યુઆંક 12, સંક્રમિતોની સંખ્યા 612

કોરોના વાયરસ દરરોજ વિકરાળ સ્વરૂપ ધારણ કરતો જઈ રહ્યો છે. સમગ્ર દેશમાં લૉકડાઉન થવા છત્તા કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 600ને પાર થઈ ચૂકી છે.

જ્યારે આ વાયરસ 12 લોકોના જીવ લઈ ચૂક્યો છે. ફક્ત બુધવારે જ કોરોના સંક્રમિત ત્રણ લોકોના મોત થયા. પહેલું મોત તમિલનાડુ, ત્યાર બાદ મધ્ય પ્રદેશ અને પછી ગુજરાતના અમદાવાદમાંથી એક-એક કોરોના દર્દીના મોતના સમાચાર આવ્યા.

પુડ્ડુચેરીમાં કોંગ્રેસના એક ધારાસભ્ય જૉન કુમાર પર લૉકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરવા પર એફઆઈઆર નોંધવામાં આવી છે. જૉન કુમાર પર પોતાના આવાસના નજીક 200થી વધારે લોકોની ભીડમાં શાકભાજીના પેકેટ વેચવાનો આરોપ છે.

ગોવામાં પણ 3 લોકો કોરોનાથી સંક્રમિત મળી આવ્યા છે અને આ ત્રણે વિદેશ યાત્રા કરી હતી. ગોવામાં કોરોનાનો આ પહેલો કેસ સામે આવ્યો છે. ત્રણે સંક્રમિત પુરૂષ છે અને તેમની ઉંમર 25, 29 અને 55 વર્ષની છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીના અનુસાર, આ લોકોએ સ્પેન, ઑસ્ટ્રેલિયા અને અમેરિકાની યાત્રા કરી અને પછી ગોવા પરત ફર્યા. ત્રણેયને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર છે.

તેલંગાણામાં કોરોનાના પૉઝિટિવ કેસની સંખ્યા વધીને 41 થઈ ગઈ છે. બુધવારે રાજ્યમાં કોરોનાના 2 નવા કેસ સામે આવ્યા છે. સરકાર તરફથી જાર બુલેટિનના અનુસાર, 3 વર્ષનું એક બાળક પણ કોરોનાથી સંક્રમિત મળી આવ્યું છે. તદ્દપરાંત હૈદરાબાદ સિટીની 43 વર્ષની એક મહિલા પણ કોરોનાથી સંક્રમિત છે. મહિલાનો વિદેશ યાત્રા કરવાનો કોઈ ઈતિહાસ નથી, પરંતુ બાળક તાજેતરમાં જ સઉદી અરબથી પરત આવ્યું છે.

0Shares