- CURRENT AFFAIRS, GUJARAT NEWS, slider news

ઘરમાં રહો, સુરક્ષિત રહોઃ રાજ્યમાં કુલ 40 પૉઝિટિવ કેસ, 2ના મોત

ગુજરાતમાં કોરોનાના કેસ વધતા જઈ રહ્યા છે. વધુ 4 નવા કેસ સાથે રાજ્યમાં છેલ્લા 7 દિવસમાં 40 પૉઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં એક સુરત અને બીજું અમદાવાદ ખાતે એમ 2 મોત નિપજ્યા છે.

રાજકોટમાં વધુ એક કેસ પૉઝિટિવ આવતા કોરોનાના કુલ 4 કેસ થયા છે. આરોગ્ય કમિશનર જયંતિ રવિ દ્વારા પ્રેસકોન્ફરન્સ કરીને જાણકારી આપવામાં આવી હતી કે, ‘131 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. જેમાં રાજકોટનો 1 કેસ પોઝિટિવ મળી આવ્યો છે.

આમ કોરોના મહામારી સામે લડવા પૂરતી દવાઓ અને અન્ય જરૂરિયાતની વસ્તુઓ પૂરતા પ્રમાણ હોવાની જાણકારી પણ આપી હતી. આ અનુસંધાનમાં હજુ દવાઓની ખરીદી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત હાલ કોરોનાના 110 જેટલા લોકોના રિપોર્ટ નેગેટિવ સામે આવ્યા છે. જ્યારે 21ના રિપોર્ટ આવવાના હજુ બાકી છે.’

જે જે શહેરોમાં પોઝિટિવ કેસ છે તેવા અને અન્ય જિલ્લાઓમાં પણ સરકાર દ્વારા કડક લોકડાઉનનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ દરમિયાન ગુજરાત પેટ્રોલ એસોસિશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પેટ્રોલ પંપ આજથી સવારે 8થી સાંજે 4 વાગ્યા સુધી જ ચાલુ રાખવામાં આવશે.

0Shares