- CURRENT AFFAIRS, GUJARAT NEWS, slider news

ઘરમાં રહો, સુરક્ષિત રહોઃ સુરત બાદ આ શહેરમાં કોરોનાથી બીજું મોત, ગુજરાતમાં 40 કેસ પૉઝિટિવ

ભારત સહિત વિશ્વભરમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 40 પૉઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 2ના મોત નિપજ્યાં છે.

કોરોના વાયરસને કારણે અમદાવાદમાં 85 વર્ષના એક વૃદ્ધાનું મોત નીપજ્યું છે. જેમની અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. મૃતક અમદાવાદના જ વતની છે અને 14 માર્ચે સાઉદી અરેબિયામાં મક્કા-મદિનાથી ભારતમાં પરત ફર્યા હતા.

તેમને 22 માર્ચે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં જે પહેલા તેઓ 8 દિવસ ઘરે રહ્યા હતા. આ વૃદ્ધા અન્ય શારીરિક તકલીફોથી પણ પીડિત હતાં. કોરોનાને કારણે મોતની વાત કરીએ તો સુરત બાદ રાજ્યમાં આ બીજું મોત થયું છે.

0Shares