- Uncategorized

રાજપીપળાઃ લોકડાઉન વચ્ચે બહાર નીકળેલા લોકોને પોલીસે રોક્યાં

રાજપીપળામાં લોકડાઉન સમયે કેટલાક વ્યક્તિઓ કોઇ કામકાજ વગર બજારમાં બાઇક લઇને ફરતા જોવા મળ્યા હતા. ત્યારે સફેદ ટાવર વિસ્તારમાં આવા લોકોને પોલીસે રોકી ઘરે પરત મોકલ્યાં હતા.

જ્યારે લાયસન્સ વગર ફરતાં વાહન ચાલકોને પકડી મેમો પણ ફાડયાં હતા. જ્યારે પોલીસ આવી કપરી પરિસ્થિતિમાં પોલીસ પ્રજાની સુરક્ષા માટે પોતાની ફરજ નિભાવી રહી છે.

જ્યારે પ્રજાની પણ ફરજ છે કે પોલીસને સહયોગ આપે અને ઘરમાં રહે. જરૂરિયાત વગર બહાર ન નીકળે અને સુરક્ષિત રહે.

નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહના માર્ગદર્શન મુજબ રાજપીપળા સહિત સમગ્ર નર્મદામાં પોલીસ ટીમ ખડેપગે રહી લોક ડાઉન કરાવી રહી છે. લોકોના હિત માટે અત્યંત જરૂરી કામગીરી લોકોએ પણ પૂરતો સહકાર આપવો જરૂરી હોવાનું જણાવાયું છે.

0Shares