- Uncategorized

લોકડાઉનથી નર્મદા જિલ્લાની સરહદો સીલ કરાઇ, એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નહીં

ગુજરાતમાં ગત મધરાત્રે થી 21 દિવસ માટે લોક ડાઉનલોડ શરૂ થઈ ગયું છે. જેના અનુસંધાને નર્મદા જિલ્લા પોલીસ રાત્રીના 12 વાગ્યાથી જ રાજપીપળા ટાઉન અને જિલ્લાની સરહદો પર મૂકી દેવામાં આવી છે.

જેમાં રસ્તાઓ પર અવરજવર કરતા લોકોને અટકાવી જિલ્લામાં આવતા રોકવામાં આવે છે. શહેરમાં પણ બિનજરૂરી રખડતા લોકોને અટકાવી ઘરે રહેવાની પોલીસે ફરજ પાડી રહી છે, સમજાવી રહી છે.

નર્મદા જિલ્લામાં કોરોના વાયરસના એક પણ પોઝિટિવ કેસ નથી. પરંતુ 25 જેટલા બહારથી આવેલા સ્થાનિકોને હોમ કોરનટાઇન કરેલા છે પરંતુ તંત્ર ખાસ સતર્કતા રાખી રહી છે કે પોલીસ ખડેપગે હાજર રહીને જરૂરી ચીજવસ્તુઓ લેવા જ બહાર નીકળો નહીં તો બહાર નીકળવાનું ટાળો કહી અપીલ કરી રહી છે. રાજપીપળામાં દ્વારા ઘરોમાં રહો, સુરક્ષિત રહો, બહાર નીકળો નહીં તેવા સૂચનો સાથે માઈક પર નગરમાં જાહેરાત કરવામાં આવી રહી છે.

આ બાબતે નર્મદા જિલ્લાના પોલીસવડા રાજેશ પરમારે જણાવ્યું હતું કે રાત્રીના 12 વાગ્યાથી લોકડાઉંન શરૂ થયું છે. ત્યારથી નર્મદા જિલ્લાની તમામ બોર્ડર ધનસેરા રાજ્ય બોર્ડર સહિતની જગ્યા એ ખાસ ચેકપોસ્ટ બનાવી જિલ્લામાં અને રાજ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.

જો કે જરૂરી કામ ન હોય ત્યાં સુધી તેને અંદર પ્રવેશ મળતો નથી અને જનતાને પણ અપીલ કરી છે. રાજપીપળામાં પણ પોલીસ ખડકી દેવાઇ છે હોમગાર્ડને ટ્રાફિક પોલીસની સેવા રહી છે.

0Shares