- Uncategorized

વેરાવળ નગરપાલિકા દ્વારા સફાઇ અને દવા છંટકાવ અભિયાન હાથ ધરાયું

કોરોના વાયરસનો કહેર ભારત સહિત દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એક દિવસના લોક ડાઉન બાદ વધુ 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઇને ગીર-સોમનાથ જિલ્લામાં 144ની કલમ લાગુ કરવામાં આવી છે.

આ સાથે તંત્ર દ્વારા લોકોને ઘરની બહાર ન નીકળવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. વેરાવળ નગરપાલિકા દ્વારા આ દરમિયાન માત્ર ને માત્ર સાફ-સફાઇ પર ધ્યાન કેન્દ્રીત કરી શહેરના તમામ વોર્ડ, શેરી અને સોસાયટીઓ અને રોડ પર સફાઇ અભિયાન હાથ ધરાયું છે.

નગરપાલિકા દ્વારા જરૂર પડે તે વિસ્તોરને પાણીથી પણ ધોવામાં આવ્યાં. સાફ અને સફાઇ દરમિયાન ડીડીટી તેમજ સેનેટાઇઝર દવાઓનો છંટકા પણ જાહેર મિલકતો પણ શરૂ કરાયો છે.

કોરોના વાયરસ લોકોના સંપર્કમાં ન આવે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. આ સાથે લોકોને ઘરની બહાર ન નીકળવા પણ જણાવામાં આવી રહ્યું છે. આ સાથે ચીફ ઓફિસર દ્વારા કોઇપણ જગ્યાએ ગંદકી કરનારા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી સૂચના પણ અપાઇ રહી છે.

0Shares