- NATIONAL NEWS, slider news

મહાભારતનું યુદ્ધ 18 દિવસમાં જીત્યું હતું, કોરોના સામે 21 દિવસમાં જીતવાનો પ્રયાસઃ PM મોદી

કોરોના વાયરસ સામે જંગની જાહેરાત કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીને સંબોધન કર્યું. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા વારાણસના લોકો સાથે વાતચીત કરી. મહામારી કોરોના વાયરસ પર વાતચીત કરતાં પીએમ મોદીએ કહ્યું કે મહાભારતનું યુદ્ધ 18 દિવસમાં જીત્યું હતું, કોરોનાને 21 દિવસમાં જીતવાનો પ્રયત્ન છે.

પીએમ મોદીએ કહ્યું કે મહાભારતનું યુદ્ધ 18 દિવસમાં જીત્યું હતું, આજે કોરોના સામે જે યુદ્ધ દેશ લડી રહ્યો છે તેને 21 દિવસ લાગવાના છે. આપણો પ્રયત્ન છે કે 21 દિવસમાં જીતી લેવાય.

દેશને સંબોધન કર્યા બાદ એક દિ વસ બાદ કાશીના લોકો સાથે વાત કરતાં પીએમ મોદીએ કહ્યું કે મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રીકૃષ્ણ મહારથી, સારથી હતા. આજે 130 કરોડ મહારથીઓની હિંમતની મદદથી કોરોના સામેની આ લડાઇને જીતવાની છે. જેમાં કાશીવાસીઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે.

કાશીને મહત્વને બતાવતાં પીએમ મોદીએ કહ્યું કે કાશીનો અર્થ જ શિવ. શિવ એટલે કલ્યાણ. શિવની નગરીમાં મહાકાળ-મહાદેવની નગરીમાં સંકટ સામે લડવા, બધાને રસ્તો દેખાડવાનું સામર્થ્ય છે.

પીએમ મોદીએ આ દરમિયાન હેલ્પલાઇન નંબર અંગે પણ જાણકારી આપી. પીએમ મોદીએ કહ્યું કે કોરોના સાથે જોડાયેલ જાણકારી માટે સરકારે WhatsApp ની સાથે મળીને એક હેલ્પડેસ્ક પણ બનાવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે જો તમારી પાસે WhatsApp ની સુવિધા છે. તો તમે આ નંબર 9013151515 પર ‘નમસ્તે’ લખીને મોકલશો તે તમને ઉચિત જવાબ મળવાના શરૂ થઇ જશે.

0Shares