- RELIGION

નર્મદાઃ કોરોનાની વચ્ચે મહારાષ્ટ્રીયનોએ ગુડી પાડવાની ઉલ્લાસભેર કરી ઉજવણી

નર્મદામાં કોરોના વાયરસથી બચવા લોક ડાઉન કરાયું છે ત્યારે તેવા સંજોગોમાં પણ કોરોના મુક્તિના સંકલ્પ સાથે રાજપીપળા સહિત નર્મદામાં મહારાષ્ટ્રીયનઓએ ગુડી પાડવાના નવા વર્ષની ઉલ્લાસ ભેર ઉજવણી કરી હતી. નવા વસ્ત્રો પરિધાન કરીને મહારાષ્ટ્રીયન મહિલાઓએ ઘરમાં રહીને ગુડી પૂજન કર્યું હતું.

નર્મદા જિલ્લામાં પણ મહારાષ્ટ્રીયન પરિવાર વસેલો છે. જેમનું નવુ વર્ષ ગુડી પાડવાથી શરૂ થાય છે. રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં આજે મહારાષ્ટ્રીઓનું નવું વર્ષ ગુડી પાડવાની ભારે શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

રાજપીપળામાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન મહિલાઓ ભેગી થઈને ગુડી પાડવાના દિવસે નવા વસ્ત્રો પરિધાન કરીને મહારાષ્ટ્રીયન મહિલાઓએ ગુડી પાડવા પૂજન કર્યું હતું. ઘર આંગણાને રંગોળીથી સજાવે, પારંપરિક ધ્વજ, ગુડીપાતકા, તોરણો ઘરે-ઘરે લટકાવી સૂર્યોદય સમયે ગુડીને તેલ લગાડી રેશમી વસ્ત્ર, કઢી લીમડાની ડાળી, ફૂલમાળા બાંધીને ઉપરના જોડે કોરું વસ્ત્ર ઢાંકી તાબા કે પિત્તળ કે ચાંદીના લોટાને એક લાકડી ઉપર ઉંધો લટકાવી તેમાં પાના આંબા, લીમડાના પાન તથા નવા વસ્ત્રથી બાંધીને ગુડી બનાવી તૈયાર કરી તેનું પૂજન કર્યું હતું. આજના દિવસે મહારાષ્ટ્રીયનઓએ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને કોરોનાથી સૌને ઈશ્વર બચાવે તેવી પ્રાર્થના કરી હતી.

0Shares