- GUJARAT NEWS

કેવડિયા કોલોનીઃ કોરોનાને લઇને સ્ટેચ્યૂ ઓફ યુનિટિ 14 એપ્રિલ સુધી રહેશે લોકડાઉન

કોરોના વાયરસના હાહાકાર વચ્ચે હાલ સમગ્ર દેશ જીવી રહ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરાત પછી 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે જે 14 એપ્રિલ સુધી રહેશે. આમ દેશમાં હવે 14 એપ્રિલ સુધી લોકડાઉન જોવા મળશે. જેને લઇને વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એવી નર્મદામાં આવેલ સ્ટેચ્યૂ ઓફ યુનિટિ પણ હવે 14 એપ્રિલ સુધી બંધ રાખવામાં આવશે.

આ અગાઉ રાજ્ય સરકારના આદેશ મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટિ અને સંલગ્ન તમામ પ્રવાસીય દર્શનીય સ્થળોને 18 થી 25 તારીખ સુધી પ્રવાસીઓ માટે બંધ રખાયા હતા. જો કે રાજ્યની પરિસ્થિતિ વધુ વણસતાં આગામી 31 તારીખ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટિને બંધ રાખવાની જાહેર મુખ્ય વહીવદાર કચેરી દ્વારા કરવામાં આવી હતી.

જ્યારે એમ પણ જણાવાયું હતુ કે સ્ટેચ્યુ ઓફ યુનિટિ અને સંલગ્ન તમામ પ્રોજેકટ 31 તારીખ સુઘી બંધ રાખવામાં આવે. જો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ 31 દિવસના લોકડાઉનના કારણે 14 એપ્રિલ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટિ બંધ રહેશે.

આ અનુસંધાન મુજબ સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ તરફથી મળેલ મારદર્શિકા મુજબ અત્રેની કચેરી ખાતે ઉપલબ્ધ અત્યાધુનિક ટિકીટીંગ સિસ્ટમ મારફતે જે પ્રવાસીઓએ એડવાન્સ ઓનલાઇન બુકીંગ કરાવેલ હશે તેવા પ્રત્યેક પ્રવાસીઓને તાત્કાલીક જ રિફંડ આપી દેવાની કાર્યવાહી કરવામાં આવશે.

તે માટે પ્રવાસી પાસેથી કોઇ પણ પ્રકારનો ચાર્જ નહી લેવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. આ માટે પ્રવાસીએ કોઇ પણ પ્રકારે મેઇલ કે ટેલીફોન કરવાની જરૂર રહેશે નહી અને તાત્કાલીક તમામનો ટેલીફોનિક તેમજ ઇ-મેઇલ દ્રારા સંપર્ક કરીને તુરંત જ આ અંગે જાણ પણ કરવાની પ્રક્રીયા ચાલુ કરવામાં આવી રહી છે.

આ માટે પ્રવાસીએ કોઇ પણ પ્રકારે મેઇલ કે ટેલીફોન કરવાની જરૂર રહેશે નહી અને તાત્કાલીક તમામનો ટેલીફોનિક તેમજ ઇ-મેઇલ દ્રારા સંપર્ક કરીને તુરંત જ આ અંગે જાણ પણ કરવાની પ્રક્રીયા ચાલુ કરવામાં આવી રહી છે.

તેમજ રીફંડ આપ્યા બાદ પણ અત્રેની કચેરી દ્રારા આ અંગે પ્રવાસીઓ સાથે ખાતરી કરવામાં આવશે. તેમ છતા કોઇ પણ પ્રકારની સમસ્યા પડે તો કાર્યરત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર-1800-233-6600 પર સવારે 8 થી સાંજનાં 6 દરમ્યાન (સોમવાર સિવાય) સંપર્ક કરી શકાશે.

0Shares