- slider news, TECHNOLOGY, Trending News

આ કંપનીએ લૉન્ચ કર્યું 98 ઈંચનું Smart TV, મળશે શાનદાર ફીચર્સનો સપોર્ટ

સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમમીએ રેડમી સ્માર્ટ ટીવી મેક્સને ચીનમાં લૉન્ચ કરી દીધું છે. આ સ્માર્ટ ટીવીની ખાસ વાત એ છે કે તેની ડિસ્પ્લે 98 ઈંચની છે, જે 4કે એચડીઆરનો સપોર્ટ કરે છે.

આ ઉપરાંત કંપનીએ આ ટીવીમાં ડૉલ્બી સાઉન્ડ સિસ્ટમની સાથે ઘણા ફીચર્સ આપ્યા છે. જો કે, રેજમી સ્માર્ટ ટીવી મેક્સની અન્ય દેશોમાં લૉન્ચિંગને લઈ હજુ સુધી જાણકારી નથી મળી.

Redmi Smart TV Maxની કિંમત

શાઓમીના લેટેસ્ટ રેડમી સ્માર્ટ ટીવી મેક્સની કિંમત ચીની યુઆન 19,999(લગભગ 2,15,400 રૂપિયા) છે. આ ટીવીનો સેલ 9 એપ્રિલથી શરૂ થશે. તમને જણાવી દઈએ કે કંપનીએ આ પહેલા ભારતીય બજારમાં ઓછી કિંમતના ઘણા સ્માર્ટ ટીવી ઉતાર્યા હતા.

Redmi Smart TV Maxના સ્પેસિફિકેશન

ફીચર્સની વાત કરીએ તો કંપનીએ આ ટીવીમાં 98 ઈંચના 4કે એચડીઆર ડિસ્પ્લે આપી છે, જે યુઝર્સને સિનેમા હૉલનો અહેસાસ અપાવે છે. સાથે જ આ ટીવીમાં સારા પર્ફૉર્મન્સ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ, ચાર જીબી રેમ, 64જીબી સ્ટોરેજ, 1.9GHz Amlogic T972 ક્વોડ કોડ ચિપ અને PatchWall UIનો સપોર્ટ આપવામાં આવ્યો છે. તદ્દપરાંત યુઝર્સને કનેક્ટિવિટી માટે આ ટીવીમાં બ્લુટૂથ, એચડીએમઆઈ પોર્ટ અને વૉઈસ કંટ્રોલ સિસ્ટમ મળે છે.

Redmi Smart TV Maxના અન્ય ફીચર્સ

યુઝર્સને શાનદાર સાઉન્ડ આપવા માટે કંપનીએ આ ટીવીમાં ડૉલ્બી+ડીટીએચ આપ્યું છે. તેની સાથે જ તેમાં સ્પીકરની સાથે બેસ પણ છે, જે ખુબ જ શાનદાર સાઉન્ડ પ્રોડ્યૂસ કરે છે.

0Shares