- RELIGION, slider news, Trending News

નવરાત્રી વિશેની આ ખાસ વાતો તમારા માટે જાણવી છે ખુબ જ જરૂરી

22 માર્ચ, બુધવારથી એટલે કે આજથી ચૈત્ર નવરાત્રીનો આરંભ થઈ રહ્યો છે. નવરાત્રીમાં માતા દુર્ગાના નવ રૂપોની પૂજા કરવાનું વિધાન છે અને સાથે જ આ દિવસોમાં ઉપવાસ પણ રાખવામાં આવે છે. નવરાત્રી વ્રતનું ખુબ જ મહત્વ હોય છે. આ દિવસોમાં વ્રત કરવાથી તમામ મનોકામનાઓ પૂરી થઈ જાય છે. ધાર્મિક માન્યતાઓના અનુસાર નવરાત્રીએ પૂજા-અર્ચના કરવાથી ખુબ વધારે લાભ થાય છે.

વર્ષોમાં કુલ મિલાવીને 4 વખત નવરાત્રિ

સમગ્ર વર્ષોમાં કુલ મિલાવીને 4 વખત નવરાત્રીનું પર્વ આવે છે. ચૈત્ર નવરાત્રિ, શારદીય નવરાત્રિ અને બે ગુપ્ત નવરાત્રિ. વ્રત રાખવાનું અધિક મહત્વ ચૈત્ર અને શારદીય નવરાત્રિનો હોય છે. ચૈત્ર અને શારદીય નવરાત્રિમાં વ્રત કરવાથી માતાનો આશિર્વાદ મળે છે અને તમામ મનોકામનાઓ પૂરી થઈ જાય છે.

હિન્દુ પંચાંગના નવા વર્ષનો આરંભ

ચૈત્ર નવરાત્રિથી હિન્દુ પંચાગના નવા વર્ષનો આરંભ થાય છે. આ વખતે 25 માર્ચ, બુધવારથી નવા હિન્દુ નવવર્ષની શરૂઆત થઈ જશે.

તમામ મનોકામનાઓ પૂરી થશે

ધાર્મિક માન્યતાઓના અનુસાર ચૈત્ર નવરાત્રીના દિવસોમાં વ્રત કરવાથી તમામ મનોકામનાઓ પૂરી થઈ જાય છે. આ 9 દિવસોમાં વ્રતનું વિશેષ ફળ મળે છે.

ગુપ્ત નવરાત્રી

ગુપ્ત નવરાત્રિ તંત્ર સાધના કરનારા લોકો માટે ખુબ મહત્વ ધરાવે છે. ગુપ્ત નવરાત્રીમાં તાંત્રિકો દ્વારા કાલી માતાની સાધના કરવામાં આવે છે. વર્ષમાં 2 વાર ગુપ્ત નવરાત્રી આવે છે.

માતાના 9 અલગ-અલગ સ્વરૂપોની આરાધના

નવરાત્રીના 9 દિવસોમાં માતાના 9 અલગ-અલગ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.

આ 9 સ્વરૂપો આ પ્રકારે છે…

માં શૈલપુત્રી
બ્રહ્મચારિણી
ચંદ્રઘંટા
કુષ્માંડા
સ્કંદમાતા
કાત્યાયની
કાલરાત્રી
મહાગૌરી
સિદ્ધિદાત્રિ માં.

માં દુર્ગાનું વાહન

આ ચૈત્ર નવરાત્રી પર માતા દુર્ગા નાવ પર સવાર થઈને આવશે અને હાથી પર સવાર થઈને વિદાય લેશે. માતા નાવમાં બેસીને આવવાથી આ વર્ષે ભારે માત્રામાં વરસાદ થશે.

0Shares