- slider news, SPORTS, Trending News

VIDEO: આ ક્રિકેટરોએ જીત્યું દિલ, કોરોના સામે લડવા માટે કર્યું આ વસ્તુનું દાન

પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણ અને તેના ભાઈ યૂસુફ પઠાણે કોવિડ-19 મહામારીનો સામનો કરવા માટે માનવીય આધાર પર 4000 માસ્ક દાન કર્યા છે. ભારત માટે 29 ટેસ્ટ અને 120 એક દિવસીય રમનારા ઈરફાને યૂસુફને ટેગ કરતા ટ્વીટ કર્યું, ‘સમાજ માટે પોતાનું યોગદાન કરી રહ્યા છીએ.

જે પણ લોકો આવું કરી શકે છે મહેરબાની કરીને આગળ વધો અનેે એક બીજાની મદદ કરો, પરંતુ ભીડ એકઠી ન થવા દો. આ એક નાની શરૂઆત છે આશા છે કે અમે વધારે મદદ કરતા રહીશું.’

ઈરફાને તેની સાથે જ એક વીડિયો સંદેશમાં કહ્યું કે તેઓએ અને તેના ભાઈ મહેમૂદ ખાન પઠાણ ચેરિટેબલ ટ્રસ્ટના નામે માસ્ક ખરીદ્યા. આ ટ્રસ્ટનું સંચાલન તેમના પિતા કરે છે, તેમણે જણાવ્યું કે આ માસ્કને વડોદરા સ્વાસ્થ્ય વિભાગને આપવામાં આવ્યા છે જે તેને જરૂરિયાતમંદ લોકોને વહેંચશે.

0Shares