- ENTERTAINMENT, slider news, Trending News

કોરોનાને કારણે સારા અલીખાને ઘરમાં જ કર્યું વર્કઆઉટ, જુઓ VIDEO

કોરોના વાયરસના જોખમ વચ્ચે તમામ સેલિબ્રિટીસ હાલના દિવસોમાં ઘરે જ પોતાનો સમય વ્યતીત કરી રહી છે. એવામાં આ ફિટનેસ ફ્રીક સેલેબ્સ પોતાની ફિટનેસ સાથે કોઈ ચેડા કરવા નતી માંગતા. જેના કારણે ઘણા સેલેબ્સ ઘર પર જ વર્કઆઉટ કરી રહ્યા છે.

આ સેલેબ્સમાં હવે અભિનેત્રી સારા અલી ખાનનું નામ પણ જોડાઈ ગયું છે. સારા અલી ખાને પણ પોતાની ફીટનેસને લઈ ઘણી સીરિયસ થઈ ગઈ છે ત્યારે તો તેણે પણ ઘરે જ વર્કઆઉટ કરવાની ઠાની લીધી છે.

https://www.instagram.com/p/B-CDoHwpuH4/

હાલના દિવસોમાં તમામ જિમ, મલ્ટીપ્લેક્સ, મોલ, સ્ટોર બંધ કરી દેવામાં આવ્યા છે. એવામાં હાલના દિવસસોમાં સામાન્યથી લઈ ખાસ દરેક વ્યક્તિ ઘરમાં જ સમય વ્યતીત કરી રહ્યા છે. તો જ્યારે ફિટનેસ ફ્રીક સ્ટાર્સ પણ ઘરને જ જિમ બનાવી લીધા છે. સારા અલી ખાને પણ તાજેતરમાં પોતાના વર્કઆઉટ દરમિયાનનો એક વીડિયો ફેન્સ સાથે શેર કર્યો છે.

સારા અલીખાને પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો સાથે કેપ્શનમાં સારાએ લખ્યું છે, ‘હું જનતા કર્ફ્યુનું સમર્થન કરૂ છું. આ વચ્ચે ફિટનેસ અને મોટિવશનને પણ જરૂર ફૉલો કરો.’

0Shares