- FEATURED NEWS, NATIONAL NEWS, slider news

સારા સમાચારઃ મંગળવારે કોરોનાના નવા કેસોમાં ઘટાડો, એક પણ મોત નહીં

આખી દુનિયા કોરોના વાયરસ સામે યુદ્ધ લડી રહી છે. ભારતમાં કોરોના સામે યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે. દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 560 થઈ ગઈ છે, જેમાંથી 11 લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોનાના વધતા આંકડા વચ્ચે એક સારા સમાચાર છે. ગઈકાલે એટલે કે મંગળવારે, ફક્ત કોરોનાના 64 નવા કેસ નોંધાયા હતા, જ્યારે સોમવારે 99 કેસ નોંધાયા હતા.

રવિવારે દેશભરમાં કોરોના 397 કેસ નોંધાયા હતા, જેમાં 7 મૃત્યુ અને 29 સાજા થયા હતા. સોમવારે આ આંકડો વધીને 496 થઈ ગયો, જેમાં 10 લોકોનાં મોત થયાં. આ સાથે 44 લોકો સાજા થયા. મંગળવારે આ આંકડામાં વધારો થયો, એટલે કે 64 નવા દર્દીઓ આવ્યા. સારી વાત એ છે કે કોઈનું મોત નથી થયું.

બુધવારે સવારે એક શખ્સનું મોત

જોકે, તામિલનાડુમાં બુધવારે સવારે એક દર્દીનું મોત નીપજ્યું હતું. તમિલનાડુમાં મોતનો આ પહેલો કેસ છે. હવે મૃત્યુઆંક વધીને 11 થઈ ગયો છે. દર્દીઓની સંખ્યા વિશે વાત કરીએ તો બુધવારે સવાર સુધી 560 પોઝિટિવ કેસ મળ્યા છે. આમાં 46 સાજા થઈ ગયા. એટલે કે અત્યારે 504 સક્રિય કેસ છે.

આ છે રાજ્યવાર આંકડા

કોરોનાના આંધ્રપ્રદેશમાં 7, બિહારમાં 4, છત્તીસગઢમાં 1, ચંદીગઢમાં 6, દિલ્હીમાં 29, ગુજરાતમાં 35, હરિયાણામાં 30, હિમાચલ પ્રદેશમાં 2, જમ્મુ-કાશ્મીરમાં 7, કર્ણાટકમાં 41, કેરળમાં 105, લદાખમાં 13, મધ્યપ્રદેશમાં 9, મહારાષ્ટ્રમાં 107, મણિપુરમાં 1, ઓડિશામાં 2, પુડ્ડુચેરીમાં 1, પંજાબમાં 29, રાજસ્થાનમાં 32, તમિલનાડુમાં 18, તેલંગાણામાં 39, ઉત્તર પ્રદેશમાં 35, ઉત્તરાખંડમાં 5 અને પશ્ચિમ બંગાળમાં 9 કેસ નોંધાયા છે.

0Shares