- RELIGION, slider news, Trending News

Chaitra Navratri 2020: આ 5 કામોમાંથી કરો કોઈ એક કામ, માં થઈ જશે પ્રસન્ન

ચૈત્રી નવરાત્રી પ્રારંભ થવાની છે. આ 9 દિવસોમાં ભક્ત શક્તિની ઉપાસના કરે છે અને ભક્તિભાવથી પૂજા-આરાધનામાં ડૂબેલા રહે છે.

કમળનું ફુલ લાવો

ચૈત્રી નવરાત્રીમાં માતાના આશીર્વાદ મેળવવા માટે આ 9 દિવસોમાં કોઈ એક દિવસ ઘરે કમળનું ફુલ જરૂર લાવવા જોઈએ. કમળનું ફુલ માતા લક્ષ્મીને ખુબ પ્રિય હોય છે. જો કમળનું ફુલ ન મળે તો માતાને તમે લાલ રંગનું ફુલ પણ અર્પણ કરી શકો છો. માતાને લાલ ફુલ પણ અતિપ્રિય હોય છે.

સોના કે ચાંદીનો સિક્કો

ઘરમાં નવરાત્રીના દિવસોમાં સોના કે ચાંદીનો સિક્કો જરૂર લાવો પરંતુ ધ્યાન આપો તે સિક્કા પર માતા લક્ષ્મી કે ગણીશજીનું ચિત્ર જરૂર બનાવેલું હોય.

લાલ કપડા સાથે કોડી રાખો

ધન સાથે જોડાયેલા સમસ્યાને દૂર કરવા માટે ઘરની તિજોરીમાં નવરાત્રીના દિવસોમાં લાલ કપડાની સાથે કોડી રાખવી શૂભ હોય છે.

કમળના ફુલ પર બેસેલા માતા લક્ષ્મીના ફોટોની પૂજા કરો

નવરાત્રીએ કમળના ફુલ પર બેસેલા માતા લક્ષ્મીના ફોટોની પૂજા કરવી ખુબ શુભ હોય છે. એવું કરવાથી માં દુર્ગાની સાથે તમને લક્ષ્મીજીની પણ કૃપા મળશે. આ નવરાત્રીએ માતાની કૃપા મેળવવા માટે કમળના ફુલ પર બેસેલા માતા લક્ષ્મીના ફોટોની પૂજા કરો.

માતાને જાસુદનું ફુલ જરૂર ચઢાઓ

માતાને લાલ રંગ ખુબ જ પ્રિય હોય છે આ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. મા દુર્ગાને લાલ જાસૂદનું પુલ ખુબ પ્રિય હોય છે. માટે નવરાત્રના પુરા 9 જદિવસ સુધી જાસુદનું ફુલ જરૂર ચઢાઓ.

0Shares