- વાત સરકારની

લોકો સ્વયંભૂ સમજણ-સંયમ રાખીને તંત્રને સહયોગ આપેઃ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

તા-24-03-2020: રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સૌનો સાથ, સૌની સલામતીનો નિર્ધાર વ્યકત કરી કોરોના સામેની લડતમાં પૂરતી સાવચેતીથી સહયોગ આપવા જનતાને અપીલ કરી છે. ચુડાસમાએ પ્રજાજોગ અપીલમાં જણાવેલ કે, કોરોના સામે લડવાના ઉપાય તરીકે જનતા કર્ફયુ સચોટ સાબિત થયેલ છે.

વિશ્વના નિષ્ણાંતો અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ભારતના લોકોની પ્રશંસા કરી છે. ઇટાલી દવા ક્ષેત્રે વિશ્વમાં બીજા નંબરે છે પણ કોરોના સામે સમયસરના યોગ્ય ઉપાયના અભાવે ત્યાં ૫૫૦૦ જેટલા લોકો મરણને શરણ થયા છે. આપણે સૌનો સાથ, સૌની સલામતી તે વાત ધ્યાને રાખવી જોઇએ. સાવ બેદરકારીથી મહામૂલી જિંદગી ગુમાવવી નથી. દેશ માટે ક્રાંતિવીરો અનેક અગવડતા વચ્ચે ઝઝુમ્યા હતા. મેં વાંચેલુ છે કે વીર સાવરકર આંદોમાનની જેલમાં હતા ત્યાં તેમને નીમકના બદલે રેતી ભેળવીને ભોજન અપાતુ. આપણે તો ઘરમાં પરિવાર સાથે સુવિધાપૂર્ણ જીવન જીવવાનું છે. થોડા દિવસ આ રીતે ન રહી શકીએ? લોકો સ્વયંભૂ સમજણ-સંયમ રાખે અને સરકારી પગલામાં સહયોગ આપે તેવી મારી અપીલ છે.

0Shares