- slider news, TECHNOLOGY, Trending News

Jioની મોટી જાહેરાત, FREEમાં મળશે 10Mbpsની સ્પીડવાળુ ઈન્ટરનેટ

કોરોના વાયરસના કારણે તમામ શહેરોમાં લૉકડાઉન થઈ ગયું છે જ્યાર બાદ મોટાભાગના લોકો પોતાના ઘરોમાંથી જ કામ કરી રહ્યા છે. એવામાં તેઓને ઈન્ટરનેટની જરૂર પડી રહી છે. લોકોની આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રિલાયન્સ જિઓએ ફાયબર બ્રૉડબેન્ડ યુઝર્સ માટે મોટી જાહેરાત કરી છે.

રિલાયન્સ જિઓએ #CoronaHaaregaIndiaJeetega અભિયાન ચલાવ્યું છે જે અંતર્ગત લોકોને ચાર્જ વગર ઈન્ટરનેટની બેસિક સુવિધાઓ આપવામાં આવી રહી છે. કોરોનાહારેગાઈન્ડિયાજીતેગા અભિયાન અંતર્ગત રિલાયન્સ જિયોએ પોતાના ગ્રાહકોને ફ્રીમાં 10MBPSની સ્પીડથી ઈન્ટરનેટ આપવાની જાહેરાત કરી છે.

ખાસ વાત એ છે કે 10MBPS સુધીની સ્પીડ માટે કંપની કોઈ પ્રકારનો ચાર્જ નહીં લે, પરંતુ આ સેવા ફક્ત તે વિસ્તારમાં મળશે જ્યાં જિઓ ફાયબર પહેલાથી જ છે. આમ તો જિયો ફ્રીમાં 10MBPS સ્પીડ સુધીનું ઈન્ટરનેટ સેવા ફ્રીમાં આપી રહી છે, પરંતુ રાઉટર માટે તમારા પૈસા આપવા પડશે.

કંપનીએ કહ્યું છે કે વાઈ-ફાઈ રાઉટર માટે સામાન્ય ચાર્જ લેવામાં આવશે જે રિફન્ડેબલ હશે. ફ્રીમાં સેવા હાલ ફક્ત નવા ગ્રાહકો માટે જ છે. જ્યારે હાલના ગ્રાહકોને કંપની ડબલ ડાટા ઑફર આપી રહી છે જે અંતર્ગત હાલના રિચાર્જ પર પ્લાન પર પહેલાના મુકાબલે બેઘણો ડેટા મળશે. ડબલ ડાટા ઑફર હાલ બ્રૉડબેન્ડ પર લાગુ થશે.

કંપનીએ કહ્યું છે કે વાઈ-ફાઈ રાઉટર માટે 2,500 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે જેમાંથી 1,500 રૂપિયા રિફન્ડેબલ હશે. ફ્રી સેવા હાલ ફક્ત નવા ગ્રાહકો માાટે જ છે. જ્યારે હાલના ગ્રાહકોને કંપની ડબલ ડાટા ઑફર આપી રહી છે જે અંતર્ગત હાલના રિચાર્જ પ્લાન પર પહેલાના મુકાબલે બેઘણો ડાટા મળશે. ડબલ ડાટા ઑફર તમામ બ્રૉડબેન્ડ પ્લાન પર લાગુ થશે.

0Shares