- LIFE STYLE, slider news

અમેરિકી ફાર્માસ્યુટિકલ કંપનીનો દાવો- ટૂંક સમયમાં આવી જશે કોરોના મટાડવાની દવા પરંતુ…

અપેક્ષા કરતાં કોરોના વાયરસ (કોવિડ -19)ની રસી ખૂબ જલ્દી આવશે. યુએસ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની મોડર્ના છેલ્લા કેટલાક સમયથી કોવિડ-19ની રસીના પરીક્ષણ પર કામ કરી રહી છે. આ કંપનીએ સોમવારે જાહેરાત કરી હતી કે, તે રસીને ટૂંક સમયમાં જ આ વર્ષની પાનખર સુધીમાં સીમિત માત્રામાં બનાવવામાં સફળ થશે. સોમવારે, કંપનીએ યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ કમિશનને આ સંદર્ભમાં એક ડિસ્ક્લોઝર રિપોર્ટ રજુ કર્યો હતો.

રિપોર્ટમાં મૉર્ડના સીઈઓ સ્ટીફેન બેંસેલના તે નિવેદનને ટાંકવામાં આવ્યું છે જે તેણે ગોલ્ડમેન સેક્સના પ્રતિનિધિને આપ્યું. આ નિવેદનમાં, બેન્સેલે કહ્યું, “વ્યાપારી રૂપે ઉપલબ્ધ રસી 12-18 મહિના સુધી ઉપલબ્ધ રહેશે નહીં.”

પરંતુ આ રસી કેટલાક લોકોને આપાતકાલીન ઉપયોગ માટે ઉપલબ્ધ હોઈ શકે છે, જેમાં આરોગ્યસંભાળમાં રોકાયેલા લોકો શામેલ હોઈ શકે છે. અને આ ફક્ત 2020ની પાનખરની સિઝનમાં જ શક્ય બનશે.

કંપની એન્ટી કોવિડ-19 રસી એમઆરએનએ-1273ના નામથી વિકસાવી રહી છે. આ રસી યુએસ સ્થિત વેક્સીન રિસર્ચ સેન્ટર (વીઆરસી) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એલર્જી એન્ડ ઈન્ફેક્શિયસ ડિસીઝ (એનઆઈએઆઈડી)ના સંશોધનકારો દ્વારા કરવામાં આવેલા સંશોધન પર આધારિત છે.

રસીના ફેઝ 1 સ્ટડી પર કરવામાં આવેલા કામમાં 16 માર્ચ 2020એ પહેલા ભાગીદારીને તેનો ડોઝ આપવામાં આવ્યો. વૈજ્ઞાનિક અને ડૉક્ટર્સ હાલ ડોઝના સુરક્ષા અને પ્રતિરોધાત્મક પહેલુઓનું આંકલન કરી રહ્યા છે.

આ પ્રોગ્રામમાં એક સ્વસ્થ્ય વ્યક્તિને 28 દિવસમાં રસીના બે ડોઝ આપવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે, સ્ટડીમાં 45 સ્વસ્થ્ય વયસ્કોને સામેલ કરવામાં આવશે.’

તેમને 12 મહિના સુધી દેખરેખમાં રખાયા બાદ રસીને કોમર્શિયલ રીતે બજારમાં ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)એ સોમવારે કહ્યું હતું કે, વિશ્વમાં કોવિડ-19 કેસોની સંખ્યા ત્રણ લાખને વટાવી ગઈ છે.

0Shares