- FEATURED NEWS, slider news, WORLD NEWS

WHOએ કર્યા ભારતના વખાણ, કહ્યું- કોરોનાને રોકવો હવે તમારા હાથમાં

કોરોના વાયરસના ઝડપથી વધતા જતા કેસો વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ કહ્યું છે કે, ભારતે કોરોનાના ફેલાવાને રોકવા માટે આક્રમક કાર્યવાહી ચાલુ રાખવી જોઈએ. ભારતમાં કોરોનાના 499 કેસ નોંધાયા છે અને તેનો ફેલાવો અટકાવવા 548 જિલ્લાઓમાં લોકડાઉન જાહેર કરાયું છે.

કોરોનાના પ્રસારને રોકવા માટે ભારતે લીધેલા પગલાં અંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર માઇકલ જે. રેયાને કહ્યું હતું કે, ભારત ચીન જેવો ખૂબ ગીચ વસ્તી ધરાવતો દેશ છે અને આ ગીચ વસ્તીવાળા દેશોમાં જે કંઈ થાય છે તેનાથી વધારે હદ સુધી કોરોના વાયરસનું ભવિષ્ય નક્કી થશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારત ખરેખર જાહેર આરોગ્ય સ્તરે તેની આક્રમક કાર્યવાહી ચાલુ રાખે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

માઇકલ જે. રેયાને કહ્યું કે, ભારતે સાયલન્ટ કિલર કહેવાતી 2 ગંભીર બીમારીઓ (સ્મોલ પૉક્સ અને પોલિયો)ના નાબૂદ કરવામાં વિશ્વની આગેવાની કરી. ભારત પાસે પ્રચંડ ક્ષમતા છે, બધા દેશોમાં પણ જબરદસ્ત ક્ષમતા છે કે તે પોતાના સમુદાયો અને નાગરિક સમાજોને એકત્રીત કરે.

16 હજારથી વધારેના ગયા જીવ

જ્યારે, આખી દુનિયા પણ કોરોના વાયરસથી હાહાકાર મચ્યો છે. કોરોનાનું ઝેર અત્યાર સુધીમાં વિશ્વભરના 16,000થી વધુ લોકોને ગળી ગયું છે. જ્યારે, 3.6 લાખથી વધુ લોકો તેનો શિકાર બન્યા છે.

એકલા ઇટલીમાં, કોરોનાથી 6,077 લોકો મૃત્યુ પામ્યા છે. અમેરિકામાં 400થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આ મૃત્યુઆંક દરેક દેશમાં ઝડપથી વધી રહ્યો છે. વિશ્વના 190 દેશો કોરોનાથી પ્રભાવિત છે. ઇટલી પછી, ચીનમાં 3,270 લોકોનાં મોત થયાં છે.

0Shares