- FEATURED NEWS, NATIONAL NEWS, slider news

શું ગરમી વધવાથી નષ્ટ થઈ જશે કોરોના વાયરસ?

ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ચીનના વુહાનમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારથી, વિશ્વના 168 દેશોમાં ધીમે ધીમે વાયરસ ફેલાયો છે. વિશ્વભરની સરકારો તેમના નાગરિકોને આ વિશે ચેતવણી આપી રહી છે અને આ વાયરસનો ચેપ અટકાવવા માહિતી વહેંચી રહી છે. પરંતુ તેના વિશે અફવાઓનું બજાર પણ ગરમ છે અને તેના કારણે લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો છે.

ઘણી જગ્યાએ આવા દાવા કરવામાં આવી રહ્યા છે કે ગરમીની મદદથી કોરોના વાયરસને નાબૂદ કરી શકાય છે. ઘણા દાવાઓમાં, ગરમ પાણી પીવાની ભલામણ કરવામાં આવે છે. નહાવા માટે પણ ગરમ પાણીનો ઉપયોગ કરવાની વાતો કરવામાં આવી રહી છે.

છેલ્લા ઘણા દિવસોથી આવા દાવા સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે. ઘણા દેશોના હજારો લોકો દ્વારા શેર કરવામાં આવેલી એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ગરમ પાણી પીવાથી અને સૂર્યપ્રકાશમાં રહેવાથી વાયરસનો ખાતમો કરી શકાય છે. આ દાવામાં આઈસ્ક્રીમ ન ખાવાની સલાહ પણ આપવામાં આવી છે. આટલું જ નહીં, આ સંદેશની સાથે, બનાવટી રીતે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે, યુનિસેફે આ બધી વાતો કહી છે.

ગરમીથી કેટલો પ્રભાવ પડશે?

કોરોના વાયરસ 60થી 70 ડિગ્રી સેલ્સિયસના તાપમાન સુધી નાશ પામી શકોતો નથી. આટલું તાપમાન ન તો ભારતમાં છે કે ન કોઈના શરીરની અંદર. કેટલાક વાયરસ વધતા તાપમાન પછી નાશ પામે છે, પરંતુ કોરોના વાયરસ પર વધતા તાપમાનની અસર શું થશે?

આ વિશે, બ્રિટીશ ડોક્ટર સારા જાર્વિસ કહે છે કે, 2002ના નવેમ્બરમાં સાર્સ મહામાકી શરૂ થઈ હતી જે જુલાઈમાં સમાપ્ત થઈ ગઈ હતી, પરંતુ તે કહેવું મુશ્કેલ છે કે તે બદલાતા તાપમાનને કારણે હતું કે અન્ય કોઈ કારણોસર.

વાયરસ પર સંશોધન કરનાર ડોક્ટર પરેશ દેશપાંડે કહે છે કે, જો કોઈને ભરી ગરમીના તાપમાં છીંક આવે તો થૂંકવાળો ડોળિયો સપાટી પર પડે છે અને ઝડપથી સુકાઈ જાય છે અને કોરોના ફેલાવાનું જોખમ ઓછું થઈ શકે છે.

આપણે જાણીએ છીએ કે, ઉનાળા દરમિયાન ફ્લૂના વાયરસ શરીરની બહાર રહી શકતા નથી, પરંતુ કોરોના વાયરસ પર ગરમીનો પ્રભાવ કેવો પડશે તે આપણને ખબર નથી. તેથી એવું કહી શકાય કે ઉનાળામાં કોરોનાનો નાશ થશે તેના કોઈ નક્કર પુરાવા નથી. તાપમાનના ભરોસે ન બેસો અને પોતાની તકેદારી પોતે જ રાખો.

0Shares