- ENTERTAINMENT, slider news, Trending News

Jioએ લોન્ચ કર્યો WORK FROM HOME પ્લાન, હવે આ વાઉચર્સની સાથે મળશે ડબલ ડેટા

કોરોના વાયરસના કારણે દેશભરની કંપનીઓએ પોતોના કર્મચારીઓને WORK FROM HOMEની સૂચના આપી છે. વર્ક ફ્રોમ હોમમાં ઈન્ટરનેટની સૌથી વધુ જરૂર પડે છે. આવી સ્થિતિમાં BSNL અને ACT ફાઈબર જેવી કંપનીઓએ વર્ક ફ્રોમ હોમ પ્લાન શરૂ કર્યો છે.

હવે Reliance Jioએ પણ આવી રીતે વર્ક ફ્રોમ હોમ પ્લાન શરૂ કરી દીધો છે. કંપનીએ 251 રૂપિયાનો વર્ક ફ્રોમ હોમ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન દ્વારા યુઝર્સને દરરોજ 2GB ડેટા આપવામાં આવશે.

Reliance Jioના 251 રુપિયના પ્લાનની વેલિડિટી 51 દિવસની છે. આ પ્લાનમાં માત્ર ડેટા જ મળશે. SMS અને કોલિંગ મળશે નહીં.

251 રૂપિયાના આ પ્લાનની સાથે યુઝર્સને ટોટલ 120GB હાઈ સ્પીડ ડેટા મળશે. દરરોજ 2GB ડેટા, જો 2GB ડેટા પૂર્ણ થઈ થાય તો સ્પીડ લો કરી દેવામાં આવશે.

સ્લો સ્પીડ હેઠળ યુઝર્સને 64 Kbpsની સ્પીડ મળશે. સ્લો સ્પીડી કોઈ લીમિટ હશે નહી. જો કે, આ સ્પીડમાં યુઝર્સ વધારે કંઈ નહીં કરી શકે, ખાસ કરીને વીડિયો સ્ટ્રીમિંગ નહીં કરી શકે.

નોંધનીય છે કે, હાલમાં જ કંપનીએ 4G વાઉચર્સમાં ફેરફાર કર્યો છે. જેમાં 11 રુપિયા 21 રુપિયા, 51 રુપિયા અને 101 રુપિયાના પ્લાનમાં કંપનીને ડબલ ડેટા આપવાની શરૂઆત કરી છે.

11 રુપિયામાં 400MB ડેટા મળતો હતો, હવે 800MB ડેટા મળશે. આ સાથે જ 75 મીનિટ જિયોથી અન્ય નેટવર્ક પર વાત પણ કરી શકાશે. આ જ રીતે 21 રુપિયાના પ્રીપેડ પ્લાનમાં 2GB ડેટા આપવામાં આવશે અને તેની સાથે નોન જિયો 200 મીનિટ પણ આપવામાં આવશે.

101 રુપિયામાં યુઝર્સને 6 GB ડેટા આપવામાં આવતો હતો. હવે ડબલ ડેટા આપવામાં આવશે. આ પ્લાનમાં 1000મીનિટ જિયોથી અન્ય નેટવર્ક પર વાત કરવા માટે આપવામાં આવશે.

0Shares