- ENTERTAINMENT, slider news, Trending News

દીપિકા બાદ આ એક્ટ્રેસના ઓનસ્ક્રિન પિતા બનશે અમિતાભ?

કોરોના વાયરસને કારણે કેટરીના કેફની ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ડેટ ટાળી દેવામાં આવી છે, જો કે તેમ છત્તા તે સતત નવી ફિલ્મોની કહાનીઓ સાંભળી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, કેટરીનાએ ડાયરેક્ટર વિકાસ બહલ સાથે એક ફિલ્મ સાઈન કરી છે.

સુપર 30 અને ક્વીન જેવી ફિલ્મો બનાવી ચૂકેલા વિકાસ બહલ આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મનું નામ ડેડલી છે અને માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં કેટરીના અમિતાભ બચ્ચન સાથે જોવા મળી શકે છે.

રિપોર્ટ્સ અનુસાર, કેટરીનાને ફિલ્મની સ્ટોરી પસંદ આવી છે અને તેઓએ આ ફિલ્મમાં કામ કરવા માટે હામી ભરી છે. ફિલ્મમાં પિતાનો પણ રોલ મહત્વપૂર્ણ છે, એવામાં વિકાસ અને કેટરીનાના અમિતાભ બચ્ચન સાથે આ રોલને ડિસ્કસ કર્યો છે. જો કે અમિતાભે અત્યાર સુધીમાં આ ફિલ્મને લઈ કન્ફર્મેશન નથી આપ્યું.

0Shares