- ENTERTAINMENT

થાળી વગાડીને બોલીવુડે પણ કોરોના કમાંડોઝને કર્યું સલામ, બીગબીએ પરિવાર સાથે આભાર માન્યો

દેશની જનતાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ણયને દિલ ખોલીને સમર્થન કર્યું. જનતા કર્ફ્યું સમર્થનમાં બોલિવુડના સિતારાઓ પણ પાછળો રહ્યાં નહીં. પીએમ મોદીની અપીલ પર બીગ બી અમિતાભ બચ્ચનથી લઇને અનુપમ ખેર સુધી થાળી વગાડતાં નજર આવ્યાં.

બોલીવુડના શહેંનશાહ અને સદીના મહાનાયક અભિતાભ બચ્ચને પોતાના ઘર જલસાની અગાશીમાં પોતાના દીકરા અભિષેક બચ્ચન અને વહુ ઐશ્વર્યા રાય સાથે જોવા મળ્યાં. જ્યાં અમિતાભની દીકરી શ્વેતા બચ્ચન પણ ઉપસ્થિત હતી.

અમિતાભ બચ્ચનને બ્લૂટૂથ સ્પીકરમાં શંખ અને થાળી વગાડવાનો અવાજ ચલાવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ થાળી વગાડવાના બદલે સ્પીકરનો ઉપયોગ કરવાની પણ સલાહ આપી હતી.

બોલીવુડના બીજા એક અભિનેતા અનુપમ ખેરે પણ પોતાના ઘરની બહાર થાળી વગાડી અને દેશની સેવાામા લાગેલા કર્મીઓને આભાર વ્યક્ત કર્યો.

0Shares