- વાત સરકારની

અમદાવાદ સિવિલ હોસ્પિટલના તમામ સારવાર વિભાગને જૂની હોસ્પિટલમાં કરાશે તબદીલઃ CM રુપાણી

તા-21-03-2020 મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસથી પ્રભાવિત છે. કોરોના વાયરસ સામે મોટાભાગના દેશો સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે આ સંદર્ભે તાત્કાલિક વિવિધ પગલાં ભરી રાજ્યની જનતાની ચિંતા કરી છે.

રાજ્યમાં કોરોના વાયરસને લીધે નિર્મિત પરિસ્થિતિને ધ્યાનમાં લઇને આરોગ્ય સેવાઓને સુસજ્જ કરવા માટેની પ્રતિબધ્ધતા દર્શાવતાં તેમણે આજે જાતે અસારવા ખાતેની સિવિલ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રીએ 1200 બેડની સિવિલ હોસ્પિટલ સંપૂર્ણપણે કોરોનાના સંભવિત સંક્રમણને પહોંચી વળવા માટે આરક્ષિત કરાઈ છે. તે માટે અહીંના તમામ સારવાર વિભાગ જૂની હોસ્પિટલમાં તબદીલ કરવામાં આવશે તેમ મુલાકાત બાદ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીની આ મુલાકાત વેળાએ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, મહેસુલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા, કલેક્ટર કે. કે. નિરાલા, જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ, સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ જી.એચ.રાઠોડ અને સિવિલ હોસ્પિટલના તબીબી કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

0Shares