- LIFE STYLE, NATIONAL NEWS, slider news, Trending News

ગર્ભવતી મહિલાઓને પણ કોરોનાનું જોખમ, WHOએ જણાવી બચવાની રીત

કોરોના વાયરસથી દુનિયાભરમાં મૃત્યઆંક 12,000ને પાર થઈ ચૂકી છે. ભારતમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં કુલ 334 કેસો સામે આવ્યા છે. કોરોના વાયરસથી વૃદ્ધ અને ગર્ભવતી મહિલાઓને પણ જોખમ છે. whoએ કોરોના વાયરસને લઈ ગર્ભવતી મહિલાઓને બચાવ માટે કેટલાક જરૂરી રીતો જણાવી છે.

ડબ્લૂએચઓના અનુસાર, એક ગર્ભવતી મહિલાને કોરોના વાયરસના પ્રકોપથી બચવા માટે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવાનું છે. એવું કરી ન ફક્ત તમે સુરક્ષિત રહેશો, પરંતુ બાળકના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર નહીં પડે.

આ વાતોનું રાખો ધ્યાન

-નિયમિતરીતે સાબુ કે સેનિટેાઈઝરથી હાથ ધોતા રહો.

  • આંખ, મોઢું કે નાક પર હાથ લગાવવાથી બચો.
  • અન્ય લોકોથી નિશ્ચિત દુરી બનાવી રાખો.
  • ખાસવા કે છીંકવા પર મોઢા પર રૂમાલનો ઉપયોગ કરો.

ડબ્લૂએચઓએ ગર્ભવતી મહિલાઓને સલાહ આપી છે કે તાવ, ખાંસી, શરદી કે શ્વાસ લેવામાં મુશ્કેલી થવા પર તરત મેડિકલ તપાસ કરાવો. કોરોના વાયરસા લક્ષણો જોતા જ લગભગ 2 સપ્તાહ સુધી પોતાને આઈસોલેટ રાખો. તેનાથી તમે, બાળક અને તમારી આસ-પાસ રહેતા લોકો સુરક્ષિત રહેશે.

0Shares