- slider news, TECHNOLOGY, Trending News

ફોટોગ્રાફીના શોખીન માટે ખુશખબર, Googleએ લૉન્ચ કરી ખાસ એપ્લિકેશન

ગુગલે પોતાના એન્ડ્રૉઈડ ગો યુઝર્સ માટે કેમેરા ગો એપ લૉન્ચ કરી છે. ગુગલના આ કેમેરા એપનો સૌથી મોટો ફાયદો થશે કે એન્ડ્રૉઈડ ગો વાળા એન્ટ્રી લેવલ સ્માર્ટફોનમાં પણ પોટ્રેટ મોડ જેવા ફીચર્સ મળસે. જણાવી દઈએ એન્ડ્રૉઈડ ગો ને ગુગલે વર્ષ 2019માં સસ્તા સ્માર્ટફોન માટે રજુ કરી હતી.

ગુગલ કેમેરા ગો એપને નોકિયા 3.1 સ્માર્ટફોન સાથે રજુ કર્યું છે. સાથે જ જણાવી દઈએ કે આ એપ સાથે લૉન્ચ થનારો નોકિયા 3.1 દુનિયાનો પહોલો ફોન છે, જો કે આ એપને બીજા એન્ડ્રૉઈડ ગો યુઝર્સ પણ પ્લે-સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે. જણાવી દઈએ કે ગુગલના એન્ડ્રૉઈડ ગો એડિશનના દુનિયાભરમાં હાલ 100 મિલિયન એટલે કે 10 કરોડ એક્ટિવ યુઝર્સ છે.

ગુગલ કેમેરા ગો એપમાં શું છે ખાસ?

એન્ડ્રૉઈડ ગો ફોનમાં ગુગલ કેમેરા ગો એપમાં યુઝર્સને પિક્સલ ફોનના કેમેરા એપ જેવા તમામ ફીચર્સ મળશે. આ એપમાં ગુગલ પિક્સલ ફોન જેવા જ પોટ્રેટ મોડ પણ મળશે. તદ્દપરાત એપમાં ફોટો, વીડિયો અને ટ્રાન્સલેસનનું પણ ફીચર મળશે. કેમેરા ગો એપમાં ગુગલ લેન્સનો પણ સપોર્ટ છે.

જણાવી દઈએ કે સામાન્ય રીતે પોટ્રેટ મોડ પ્રીમિયમ સ્માર્ટફોનમાં મળે છે કે બે લેન્સવાળા ફોનમાં મળે છે, પરંતુ એન્ડ્રૉઈડ ગો વર્ઝનવાળા મોટાભાગના ફોનમાં સિંગલ કેમેરા છે. એવામાં સસ્તા સ્માર્ટફોન યુઝર્સને ગુગલે મોટી ભેટ આપી છે.

0Shares