- LIFE STYLE, slider news, Trending News

બેડ પર જતા પહેલા ખાઈ લો 2 બદામ, પછી જુઓ તેનો કમાલ

મગજને તેજ બનાવવા માટે તમે દરરોજ સવારે બદામ ખાતા હશો. જો તમે નહીં ભાવતી હોય તો કોઈ ચીજમાં મિલાવીને બદામ જરૂર ખાદ્યી હશે. તે રૂટીન આજે પણ તમારા ઘરમાં ચાલતો હશે. પરંતુ શું તમે જાણો છો કે મગજને તેજ રાખવાની સાથે બદામના અન્ય શું ફાયદાઓ છે? કેમ આજે પણ તમને બદામ ખાવા માટે કહેવામાં આવે છે?

  1. બદામ મેગ્નીશિયમનો એક સારો સ્ત્રોત છે, જે તમારા મસલ્સને રિલેક્સ કરી તમને એક સારી ઉંઘ અપાવે છે. ઘણા અધ્યયનો આ વાત તરફ ઈશારો કરે છે કે જ્યારે શરીરમાં મેગ્નીશિયમનું સ્તર ઓછું થાય છે તો તમને રાતે ઉંઘ આવવામાં મુશ્કેલીનો સામેનો કરવો પડે છે. સારી ઉંઘ માટે તમારે રાતે સૂતા પહેલા 2 બદામ ખાઈ લેવી જોઈએ.
  2. બદામમાં વધારે પોટેશિયમ અને ઓછી માત્રામાં સોડિયમ હોવાના કારણે તે બ્લડપ્રેશરની સાથે હાર્ટ સાથે જોડાયેલી સમસ્યાઓને નિયંત્રિત કરે છે. તેમાં રહેલું મેગ્નીશિયમના કારણએ તે બ્લડના પ્રવાહને પણ સુચારૂ રીતે નિયંત્રિત કરે છે.
  3. બદામમાં રહેલું વિટામિન ઈ અધિક ઉંમરમાં આંખો અને હાર્ટને થનારા નુકસાનથી બચાવવામાં પણ મદદગાર હોય છે. એક અન્ય શોધમાં એ પણ વાત સામે આવી છે કે બદામનું સેવન ડાયાબિટીસથી બચાવવા અને કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરવામાં પણ મદદ કરે છે.
  4. બદામમાં વિટામિન ઈ અધિક માત્રામાં મળી આવે છે, જે આપણા મગજના વિકાસમાં ખુબ ફાયદાકારક હોય છે. બદામનું નિયમિત સેવન આપણી યાદશક્તિ વધારવામાં મદદ કરે છે.
  5. બદામ ઉર્જાનો સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે. બદામ કોઈ પણ ભોજન સેવનને નુકસાન નથી પહોંચાડતું, પરંતુ તેને અધિક માત્રામાં ન ખાવી જોઈએ. જો રાતે સુતી વખતે 2 બદામ ખાઈ લો, તો શરીરમાં ક્યારેય ઉર્જાની કમી નથી રહેતી.
0Shares