- ENTERTAINMENT, slider news, Trending News, Uncategorized

કનિકા કપૂરને કોરોના, જાણો કેમ નોંધાઈ તેના વિરુદ્ધ FIR

બેબી ડોલ ગીતથી પ્રખ્યાત થયેલી સિંગર કનિકા કપૂરને કોરોના પૉઝિટિવ આવ્યો છે. લંડનથી પરત આવેલી કનિકા કોરોનાની ઝપટમાં આવી છે. ખરાબ સમાચાર એ છે કે કનિકા આ ​​સમયગાળા દરમિયાન યુપીના મંત્રીથી લઈ સાંસદને પણ મળી હતી. હવે દેશની સંસદના દરવાજે કોરોનાનો ભય ફેલાયો છે.

જ્યારે, લખનઉના લાટૂસ રોડ પર સ્થિત બેંક ઑફ બરોડા બ્રાન્ચના મેનેજર મનોજ કુમાર પણ કનિકા કપૂરને તેના ઘરે મળવા ગયા હતા. મનોજ કુમાર આશરે અડધો કલાક કનિકાના ઘરે રોકાયો હતો.

કનિકાને કોરોના વાયરસનો ચેપ લાગ્યા બાદ હવે બેંકના કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે. કર્મચારીઓ ગભરાઈ ગયા છે. બેંકના કર્મચારીઓના કહેવા છતાં બેંક મેનેજર આઈસોલેશનમાં જઈ રહ્યો નથી. કર્મચારીઓમાં ચેપ ફેલાવાનો ભય છે.

કોરોના વાયરસની પુષ્ટિ

કનિકા કપૂરમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. તેનો આખો પરિવાર લખનઉના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે, 9 માર્ચે લંડનથી ભારત પરત આવેલી કનિકા કપૂર અધિકારીઓને છેતરીને એરપોર્ટની બહાર નિકળી ગઈ હતી. જોકે, કનિકા કપૂરે આ આરોપોને નકારી દીધા છે. તેનું કહેવું છે કે, સ્ક્રીનીંગ થઈ હતી પરંતુ તેને આઈસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી નહોતી.

પરંતુ કોરોના અંગે બેદરકારી રાખનારી બોલિવૂડ સિંગર કનિકા કપૂર વિરુદ્ધ નોંધાયેલ એફઆઈઆરમાં ખુલાસો થયો છે કે, કનિકા કપૂરને તેની કોરોના પીડિત હોવાની જાણકારી હતી. જ્યારે, લખનઉના પોલીસ કમિશનર સુજિત પાંડેએ કહ્યું કે, સીએમઓ તરફથી કનિકા કપૂર વિરુદ્ધ આવેલા અહેવાલમાં તેના આવવાની તારીખ 14 માર્ચ લખી છે, જ્યારે તે 11 માર્ચે આવી હતી. પોલીસ તપાસ દરમિયાન આ બાબત સુધારશે.

0Shares