- slider news, TECHNOLOGY, Trending News

CORONA: WhatsApp યૂઝર્સ માટે સરકારે બનાવ્યું હેલ્પ ડેસ્ક, આ રીતે કરો ઉપયોગ

હાલમાં કોરોના વાયરસ એટલે કે COVID-19 માટે કોઈ રસી અથવા કોઈ સારવાર મળી નથી. પરંતુ સારી વાત એ છે કે તમે તમારી સમજણથી આ વાયરસથી બચી શકો છો. વિશ્વ આરોગ્ય સંગઠનથી લઈને ભારત અને વિશ્વમાં દરેક જગ્યા આ વાયરસને લઈને ગાઈડલાઈન અને એડવાઈઝરી જાહેર કરવામાં આવી રહી છે.

જો તમે WhatsApp ઉપયોગ કરો છો, તો ભારતના આરોગ્ય મંત્રાલયે એક હેલ્પ ડેસ્ક લોન્ચ કર્યો છે. WhatsApp દ્વારા તમે કોરોના વાયરસથી સંબંધિત પ્રશ્નો પૂછી શકો છો.

બે નેશનલ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. +91 11 23978046 અને 1075. હવે સરકારે વોટ્સએપ માટે ચેટબોટ બનાવ્યું છે. તેને MyGov Corona Helpdesk નામ આપવામાં આવ્યું છે. અહીં તમને તમારા પ્રશ્નનો જવાબ મળશે.

WhatsApp વપરાશકર્તાઓ માટે બનાવેલ આ ચેટબોટ કોરોના વાયરસ વિશે તમારા પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપશે. અહીં તમારે વોટ્સએપ પર કોરોના વાયરસથી સંબંધિત પ્રશ્નો મોકલવા પડશે અને જેનો જવાબ તમને રીઅલ ટાઇમે મળશે.

કોરોના વાયરસની માહિતી માટે સરકારે બનાવેલ આ હેલ્પ ડેસ્કનો ઉપયોગ કરવાની આ રીત છે.

  • તમારા સ્માર્ટફોનમાં 9013151515 નંબર સેવ કરો. તમે તેને કોઈપણ નામથી સેવ કરી શકો છો, જેમ કે – CornonaVirus Help Desk.
  • હવે તમારે WhatsApp ખોલવું પડશે અને જે નામથી તમે નંબર સેવ કર્યો તે નંબરને સર્ચ કરવો પડશે.
  • સર્ચ કર્યા પછી ચેટ વિંડો ખુલી જશે, હવે તમે કોરોના વાયરસથી સંબંધિત કોઈપણ પ્રશ્નો અહીં લખીને મોકલી શકો છો.
  • ઉદાહરણ તરીકે, તમે પૂછી શકો છો કે કોરોના વાયરસથી કેઈ રીતે બચી શકાય અથવા તેના લક્ષણો શુ છે?, અહીં તમને એક ઓટોમેટેડ જવાબ મળશે, જેના માટે સરકારે બોટ તૈયાર કરી છે.

હાલમાં, આ વિકલ્પ ફક્ત અંગ્રેજીમાં જ ઉપલબ્ધ છે, પરંતુ ટૂંક સમયમાં તે હિન્દી ભાષામાં પણ કરવામાં આવી શકે છે.

0Shares