- વાત સરકારની

ગુજરાતની STની પરિવહન સેવાઓ રવિવારે સવારે 7થી રાત્રીના 9 વાગ્યા સુધી સ્થગિત

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના સચિવે જણાવ્યું છે કે, નોવેલ કોરોના વાઇરસ (COVID-19) નાં સંક્રમણથી નિયંત્રણમાં લેવાના થતા નિવારાત્મક પગલાઓ સંદર્ભે ભારત સરકારે જાહેર હિતમાં તા.22/03/2020ના રોજ સવારે 7 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી ‘જનતા કર્ફ્યુ ‘ રાખવાનો નિર્ણય કરેલ છે.

જેના સંદર્ભે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભારત સરકારના આ નિર્ણયના સમર્થનમા તેમજ જાહેર જનતાના હિતોને ધ્યાને લઇ નિગમ દ્વારા સંચાલિત થતી તમામ પરિવહન સેવાઓ તા.22/03/2020ના રોજ સવારે 7 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી સ્થગિત કરવાનો નિર્ણય કરેલ છે. આ ઉપરાંત જે મુસાફરોએ તા.22/03/2020ના રોજની મુસાફરી માટે ઓનલાઇન ટિકિટ બુક કરાવેલ છે તે તમામ મુસાફરોને 100 ટકા રિફંડ આપવાનો નિર્ણય કરેલ છે.

0Shares