- ENTERTAINMENT, NATIONAL NEWS, slider news, Trending News

બેબી ડોલ સિંગર કનિકા કપૂરને પણ થયો કોરોના, લંડનથી પરત ફર્યા બાદ કરી હતી પાર્ટી

બોલિવૂડની પ્રખ્યાત પ્લેબેક સિંગર કનિકા કપૂરને કોરોના વાયરસ થયો છે. તે 15 માર્ચે લંડનથી લખનઉ આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, કનિકા એરપોર્ટના બાથરૂમમાં છુપાઈ ગઈ હતી અને ત્યારબાદ તે કોઈને પણ કંઈ કહ્યાં વગર ત્યાંથી ચૂપચાપ નીકળી ગઈ હતી. કનિકાએ રવિવારે લખનઉના ગેલેંટ એપાર્ટમેન્ટ્સમાં એક પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં લખનૌના તમામ વરિષ્ઠ અધિકારીઓ અને ઘણા નેતાઓએ ઉપસ્થિત રહ્યાં હતા. આ ઘટના સામે આવતા સમગ્ર એપાર્ટમેન્ટમાં હોબાળો મચી ગયો છે.

બધાં ડરી ગયા છે. સેવકો અને પાર્ટી કેટરર્સના તમામ કાર્યકરો પણ ભયમાં છે. સમાચાર મળી રહ્યાં છે કે કનિકા લખનઉની તાજ હોટેલમાં પણ રોકાઈ હતી. જ્યાં સુધી શાલીમાર ગેલન્ટના રહેવાસીઓની વાત છે, તો આ એપાર્ટમેન્ટના મોટાભાગના રહેવાસીઓ હવે આ બિલ્ડિંગ છોડીને અન્ય સ્થળોએ જતા રહ્યા છે. કનિકા કપૂરનો આખો પરિવાર આ બિલ્ડિંગમાં રહે છે અને હવે તેનો આખો પરિવારને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવશે.

આરોગ્ય વિભાગ કર્યો બધાને ફોન

મળતી માહિતી મુજબ આરોગ્ય વિભાગે કનિકાના સંપર્કમાં આવેલા તમામ લોકોને ફોન કર્યો છે અને તમામને સેલ્ફ-આઈસોલેટ કરવા માટે પણ કહ્યું છે. હજુ સુધી બીજા કોઈમાં લક્ષણો જોવા મળ્યા નથી, પરંતુ ફક્ત સિંગર કનિકા કપૂરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

0Shares