- ENTERTAINMENT, slider news, Trending News, VIRAL NEWS

જુઓ VIDEO: કોરોના અંગે સાંઈરામ દવેનું ગીત વાયરલ

વિશ્વભરમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. જેને લઈને તમામ કલાકારોએ પોતાના પ્રોગ્રામો કેન્સલ કર્યાં છે. ત્યારે આ કોરોનાના કહેર વચ્ચે હાસ્યકલાકાર સાંઈરામ દવેએ કોરોનાથી બચવા માટેના ઉપાયો જણાવી એક ગીત ગાયું છે. આ ગીતના શબ્દો થકી સાંઈરામ દવે ગુજરાતીઓને ડરવાની ના પાડે છે અને સાવધાન રહેવાનું કહી રહ્યા છે.

સાંઈરામ દવેએ દરેક લોકોને એક અપીલ પણ કરી છે કે, આ ગીત તમે સાંભળો, સમજો, અને શેર કરો, જેથી વધુને વધુ લોકો કોરોનાથી બચવા માટે સજ્જ બની શકે. તેમજ આ કપરા સમયમાં જનજાગૃતિ માટે છેવાડાનો માણસ પણ સમજી શકે. એવી શૈલીમાં સંદેશ આપતું એક ગીત બનાવીને તેમને દેશ પ્રત્યેની ફરજ નિભાવી છે.

કોરોના અંગે જાગૃતતા લાવવા કિર્તીદાન ગઢવીનું નવું ગીત લોન્ચ

ગુજરાતના લોક લાડીલા કલાકાર કિર્તીદાન ગઢવીએ કોરોના અવેરનેસ અંતર્ગત એક જબરદસ્ત ગીત બનાવ્યું હતું અને સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું.

સાથે લોકોને કોરોનાના ભયથી ગભરાશો નહીં તેવો એક ઉપદેશાત્મક સંદેશ આપતા લખ્યું છે કે, “કેર મચાવે છે કોરોના… ત્યારે જરૂરી છે સાવચેતીની અને અફવાઓથી દૂર રહેવાની…” તેમને આ ગંભીરતાને લઈને લોકો સમક્ષ પોતાના અંદાજમાં “કોરોનાની હૂંડી” સ્વરૂપે એક જબરજસ્ત ગીત રજૂ કર્યું.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસને લઈને સમગ્ર વિશ્વમાં ભયનું વાતાવરણ છે. સદ્દનસીબે ગુજરાતમાં હજુ સુધી એક પણ કોરોના વાયરસનો કેસ પોઝિટિવ આવ્યો નથી. રાજ્યમાં કોરોના વાયરસને લઈને તંત્ર એલર્ટ થયું છે.

કોરોના વાયરસના પ્રકોપને પગલે ગુજરાત સરકારે તમામ શાળા-કૉલેજો અને ટ્યૂશન ક્લાસો બંધ કરવાની જાહેરાત કરી હતી. રાજ્યમાં સ્વિમિંગ પૂલ, સિનેમાગૃહો તેમજ આંગણવાડીઓ પણ બંધ કરવાના આદેશ આપ્યા હતા.

https://youtu.be/pTgWFu53vIg

0Shares